Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

આનંદો... ગુજરાતમાં હવે વરસાદ ઢુંકડોઃ મેંગ્‍લોર - ગોવા - રત્‍નાગીરીમાં મેઘમહેર

કર્ણાટકથી કોંકણ પહોંચ્‍યુ ચોમાસુ : કોંકણ પછી હવે મુંબઇ અને ગુજરાતમાં પધરામણી

મુંબઇ તા. ૩૧ :  હજુ જૂન મહિનાનો આરંભ નથી થયો ત્‍યાં નૈઋત્‍યના ચોમાસું પવનોએ ધરતીને ભીંજવવાની શરુઆત કરી દીધી છે. ચોમાસાના છડીદાર કેરળમાં એક અઠવાડિયા વહેલું આગમન કરી ચૂકેલા મેઘરાજાએ સળંગ ત્રીજા દિવસે પણ સવારી આગળ વધારી હતી. મંગળવારે કર્ણાટકના તટીય વિસ્‍તારથી બેંગલોર સુધી વરસાદ પડ્‍યા પછી બુધવારે મોડી રાત્રે મેંગલોર, ગોવા, સાવંતવાડી, રત્‍નાગીરી જેવા કોંકણકાંઠે મેઘમહેર વરસી હતી.

અરબી સમુદ્રમાં ૧૨ કિલોમીટર દૂર હજુ પણ લો-પ્રેશર સિસ્‍ટમ કાર્યરત છે એ જોતાં ગુજરાતમાં પણ ધારણા કરતાં વહેલો વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે મોડી રાત્રે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવેલો અનુભવાતો હતો. લ્‍હાય લગાડતા પવનમાં અચાનક ઠંડક વધી હતી અને દિશા પણ બદલાઈ હતી. એ જોતાં કોંકણ પછી મુંબઇ અને ગુજરાતમાં પણ શુક્રવાર સુધીમાં વાજતેગાજતે મેઘસવારીનું આગમન થઈ શકે છે.

(10:37 am IST)