Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

નરેન્‍દ્રભાઈ મલેસીયા પહોંચ્‍યાઃ વિશ્વના સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન મોહાતિર સાથે મુલાકાત

મોહાતિરની આગેવાની વાળી પકતન હરપન પાર્ટીએ બારિસન નેશનલ પાર્ટીને હરાવી હતી : કુઆલાલંપુરમાં રેડ કાર્પેટ સ્વાગત

કુઆલાલપુરઃ નરેન્‍દ્રભાઈ મોદીત્રણ દેશની મુલાકાતે છે ત્‍યારે તેઓ ઈન્‍ડોનેશિયાથી આજે સવારે મલેશિયા પહોંચી ગયા છે. મલેશિયામાં પીએમ અમુક કલાકો જ રોકાવાના છે. સવારે મલેશિયા પહોંચ્‍યા પછી પીએમ નરેન્‍દ્ર મોદીએ દુનિયાના સૌથી મોટી ઉંમરના એવા મલેશિયાના ૯૨ વર્ષના પીએમ મોહમ્‍મદ મોહાતિર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન બન્‍યા પછી મોદીની મલેસિયાની આ બીજી વખત મુલાકાત છે. મલેશિયાની મુલાકાત પછી મોદી સિંગાપોર જશે.

મોદી મલેશિયામાં ગણતરીના કલાકો રહ્યા પછી સિંગાપોર રવાના થશે. આ પહેલાં બુધવારે જકાર્તામાં ભારત અને ઈન્‍ડોનેશિયા વચ્‍ચે ૧૫ કરાર કરવામાં આવ્‍યા હતા. મોદી અહીં દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી મસ્‍જિદ ઈસ્‍તિકલાલ અને અર્જુન રથ જોવા માટે પણ ગયા હતા. અહીં તેમણે મહાભારત થીમ પર બનેલો પતંગ પણ ચગાવ્‍યો હતો.

મલેશિયામાં ૧૦મેના રોજ મહાતિકની આગેવાની વાળી પકતન હરપન પાર્ટીએ બારિસન નેશનલ પાર્ટીને હરાવી છે. બારિસન નેશનલ પાર્ટી બ્રિટનથી આઝાદી મળ્‍યા પછી છેલ્લા ૬૧ વર્ષથી મલેશિયામાં કાબિજ હતા.

મલેશિયા સાથે ભારતની ૭૧ વર્ષ પહેલાં રાજકીય સંબંધોની શરૂઆત થઈ હતી. ૨૦૧૦જ્રાક્રત્‍ન રાજકીય ભાગીદારીની શરૂઆત થઈ હતી. અત્‍યારે બંને દેશોની વચ્‍ચે અંદાજે ૧ લાખ કરોડ રૂપિયાનો વેપાર છે. અહીં ૨૦ લાખથી વધારે ભારતીય રહે છે. મોદી ગુરૂવારે અમુક કલાક મલેશિયામાં રહેશે.

સિંગાપોરમાં ૮ લાખ ભારતીય સિંગાપોર ભારત માટે ખૂબ મહત્‍વનું છે, કારણકે અહીં ૮ લાખ ભારતીયો રહે છે. ૮ હજાર ભારતીય કંપનીઓ અહીં રડિસ્‍ટર્ડ છે. બંને દેશો વચ્‍ચે અત્‍યારે અંદાજે ૧.૨ કરોડનો વાર્ષિક વેપાર થાય છે. આશા છે કે, સિંગાપોર સાથે વેપાર વધતા ચીનને વિકલ્‍પ શોધવાની જરૂર પડી શકે છે

(12:20 pm IST)