Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

હદ થઇ ગઈ : મહિલા મેજિસ્ટ્રેટને ચેમ્બરમાં બંધ કરીને ધમકી :12 વકીલો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ડ્રાઇવરની જમીન અરજી ફગાવી દેતા મહિલા મેજિસ્ટ્રેટને ચેમ્બરમાં બંધ ધમકી આપ્યાનો આરોપ

 

બેંગ્લુરુ : મહિલા મેજિસ્ટ્રેટને ચેમ્બરમાં બંધ કરી ધમકી આપવાના આરોપમાં 12 વકીલો વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે વંચિયૂર કોર્ટની મેજિસ્ટ્રેટ દીપા મોહને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM)ને સંબંધમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. CJM ફરિયાદ પોલીસને મોકલી અને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો  ત્યારબાદ પોલીસે આરોપી વકીલો વિરુદ્ધ FIR દાખલ કરી હતી .

  અહેવાલ મુજબ  મેજિસ્ટ્રેટ દીપા મોહને બુધવારે કર્ણાટક રાજ્ય પરિવહન નિગમના એક ડ્રાઇવરની જમાનત અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ વકીલોએ કથિતરીતે મહિલા મેજિસ્ટ્રેટને તેમની ચેમ્બરમાં બંધ બનાવી લેવામાં આવ્યા હતા. વકીલ પોતના અસીલની જમાનત અરજી રદ્દ થતા નારાજ થયા હતા. ત્યારબાદ તેમણે મેજિસ્ટ્રેટને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી હતી.

  મામલાના મુખ્ય આપી ત્રિવેન્દ્રમ બાર એસોસિએશનના અધ્યક્ષ કે. પી. જયચંદ્રન છે. વકિલો વિરુદ્ધ IPCની વિવિધ કલમો અંતરર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર ગેરકાયદેસરરીતે ભાગ થવા, દંગો કરવા, આપરાધિક ધમકી આપવા અને બંધક બનાવવાનો આરોપ છે. વકીલો પર સરકારી નોકર સાથે મારામારીના આરોપમાં કલમ 353 અંતર્ગત પણ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

કેરળ ન્યાયિક અધિકારી એસોસિએશનના અનુરોધ બાદ કેરળ હાઈકોર્ટે મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. અધિકારી એસોસિએશે હાઈકોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખ્યો હતો. પત્રમાં મહિલા મેજિસ્ટ્રેટ સાથે દુર્વ્યવહાર કરનારા વકીલો વિરુદ્ધ કાર્યવાહીની અપીલ કરવામાં આવી હતી. એસોસિએશને કોર્ટને ન્યાયિક અધિકારીઓના કાર્યની આઝાદી સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું

 

(12:21 am IST)