Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સીઝફાયર હોવા છતાં એલઓસી પર ઘણા સેકટરોમાં પાકિસ્‍તાનની ગોલાબારી

        પાકિસ્‍તાન પુંછના શાહપુરમાં ગોલાબારી કરી રહ્યું છે લગભગ ૩.૪પ વાગ્‍યે શરૂ થયેલ આ ગોલાબારીનો જવાબ ભારતીય  જવાનો પણ આપી રહ્યા છે. પાકિસ્‍તાની સૈનિકો ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્‍તારોને નિશાન બનાવી અચાનક ગોલાબારી કરી રહ્યું છે.

        પાકિસ્‍તાનએ શુક્રવારના પણ એક વખત ફરી નાપાક હરકત કરી પુંછ જિલ્લાના બાલાકોટ અને કૃષ્‍ણાઘાટી તથા બારામુલા જિલ્લાના ઉરી સેકટરમા અગ્રીમ ચોકીઓ સાથે રહેણાંક વિસ્‍તારોને નિશાના બનાવ્‍યા છે.  ભારતીય જવાનો ગોલાબારીનો મુંહતોડ જવાબ આપી રહ્યા છે.

        પાકિસ્‍તાન ફરી એક વખત નાપાક હરકત પર ઉતરી આવ્‍યું છે પૂંછ જિલ્લાના બાલાકોટ, કૃષ્‍ણાઘાટી તથા બારામુલા જિલ્લાના ઉરી સેકટરમાં અગ્રીમ ચોકીઓ અને રહેણાંક વિસ્‍તારોને નિશાન બનાવેલ છે. અચાનક શરૂ થયેલ ગોલાબારીને કારણે લોકો પોતાને સુરક્ષિત બનાવવા લાગ્‍યા.

(10:03 pm IST)