Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

જમ્‍મુમાં રામબન જીલ્લાના બનિહાલમાં ગેસ સિલીન્‍ડર વિસ્‍ફોટમા઼ ૬ લોકોના મોતઃ અફડાતફડીનો માહોલ

        જમ્‍મુના રામબન જિલ્લાના બનિહાલમાં શુક્રવારે સાંજના એક ઘરમાં રસોઇ નુ ગેસ સિલીન્‍ડર ફાટવાથી પરિવારના ચાર લોકોના ઘટના સ્‍થળ પર જ મોત થયા અને અન્‍ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા. મૃતકોમાં એક મહિલા અને તેની ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે.

        જાણકારી અનુસાર બનિહાલમાં દર્શનાદેવી રાતનુ જમવાનું બનાવવાની તૈયારીમાં લાગી હતી. ઘરના દર્શના દેવી એમની ત્રણ પુત્રીઓ અને તેમના એક સગા હાજર હતા. દર્શના દેવીના પતિ લગ્ન સમારંભમાં ભાગ લેવા બહાર ગયા હતા. સિલીન્‍ડર વિસ્‍ફોટ પછી આજુબાજુના સેંકડો લોકો ભેગા થઇ ગયા હતા.

        થોડા સમયમાં પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી. બધા ઘાયલોને નજીકની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. ડોકટરોએ મહિલા અને તેની  ત્રણ પુત્રીઓને મૃત જાહેર કરેલ.  પોલીસે મામલો દાખલ કરી ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે.

(10:02 pm IST)