Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ઉદ્ધવનો મુખ્યપ્રધાન આવાસ ઉપર શિફ્ટ ન થવાનો નિર્ણય

માતોશ્રી ખાતેથી સરકાર ચલાવવા માટે તૈયાર : માતોશ્રી ઉપરથી પ્રદેશની સત્તા ચલાવશે : ઠાકરે કુટુમ્બના પાંચ દશકથી જુના આવાસ ઉપરથી સત્તા ચલાવવા નિર્ણય

મુંબઇ, તા.૩૦ :મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પોતાના આવાસ માતોશ્રી ખાતેથી સત્તા ચલાવનાર છે. ઠાકરે પરિવારના પાંચ દશકથી પણ જુના ઘરને હવે સત્તાના મુખ્ય કેન્દ્ર તરીકે ગણવામાં આવનાર છે. ઉદ્ધવ પોતાના પરિવાર અને સામાનની સાથે મુખ્યપ્રધાનના સત્તાવાર આવાસ માલાબાર હિલ્સ સ્થિત વર્ષા શિફ્ટ થશે નહીં. જો કે તેઓ મુખ્ય બેઠકો માટે ત્યાં આવતા રહેશે. ૬૦ દશકમાં પ્રથમ વખત શિવ સેનાના સ્થાપક બાલ ઠાકરે પોતાના પરિવારની સાથે બાન્દ્રા સ્થિત કાલાનગર સ્થિત એક પ્લોટમાં શિફ્ટ થયા હતા. જો કે મોડેથી બાન્દ્રા સ્થિત પ્લાટ આવનાર વર્ષોમં તાકાતનુ કેન્દ્ર બની ગયુ હતુ. ૬૦ના દશકમાં કોંગ્રેસના મુખ્યપ્રધાન વીપી નાઇકે પોતાની અવધિ દરમિયાન મીઠી નદીના કિનારે બાન્દ્રા સ્થિત ઇસ્ટમાં કલાકારો અને લેખકોની સાથે એક કોલોની બનાવી હતી. બાલ ઠાકરેને પણ અહીં આ કોલોનીમાં માર્મિક વીકલીના તંત્રી હોવાના કારણે એક  પ્લાટ મળ્યો હતો.

                   ત્યારબાદ તૈયાર કરવામાં આવેલા બંગલાને માતોશ્રી નામ આપવામાં આવ્યુ હતુ. દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ઐતિહાસિક શિવાજી પાર્કમાં હાલમાં જ  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તાજપોશી કરવામાં આવી હતી. આની સાથે જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ શાસનની શરૂઆત થઇ હતી. સાથે સાથે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો અંત આવી ગયો હતો. એનસીપીના નેતા શરદ પવાર અને અન્યોની ઉપસ્થિતિમાં આ શપથવિધિ યોજાઈ હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ગઇકાલે ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન તરીકે શપથ અપાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે ઉપરાંત અન્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. ૨૭મી જુલાઈ ૧૯૬૦ના દિવસે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેનો જન્મ થયો હતો.

(8:30 pm IST)