Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર હજુ ઘટી શકે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમના ગંભીર આક્ષેપો : સ્થિતિ હજુ પણ વણસી શકે : ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા ઝારખંડના લોકોને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ દ્વારા કરાયેલ અપીલ

નવી દિલ્હી, તા.૩૦ : જીડીપી વિકાસ દરમાં ઘટાડાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હાલમાં જેલની સજા ભોગવી રહેલા પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર આજે આક્રરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસ દર ૪.૫ ટકા રહશે. તેઓ અંદાજ પહેલાથી જ હતો. તેમણે કહ્યું હતું કે, હજુ ત્રીજા ત્રિમાસિક ગારાના પરિણામ આના કરતા પણ વધુ ઘાતક રહી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, પહેલાથી જ મંદીના દોર વચ્ચે વિકાસ દર હવે ઘટીને ૪.૫ ટકા થઈ ગયો છે. જે છ વર્ષની નીચી સપાટી પર છે. આ ઉપરાંત ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરમાં ગ્રોથનો દર ૫.૮ ટકા રહ્યો છે. તેમાં પણ ઘટાડો થયો છે. પોતાના પરિવાર તરફથી પોસ્ટ કરવામાં આવેલા ટ્વીટમાં ચિદમ્બરમે કહ્યું છે કે, પહેલાથી જ ભવિષ્યવાળી કરવામાં આવી હતી કે, બીજા ત્રિમાસિક ગારામાં જીડીપી ગ્રોથ રેટ ૪.૫ ટકા રહેશે. છતાં પણ સરકારની દલીલ હતી કે, તમામ બાબતો યોગ્ય રીતે આગળ વધી રહી છે.

                   તેમણે કહ્યું હતું કે, ત્રીજા ત્રિમાસિક ગારામાં પણ ગ્રોથ રેટ ૪.૫ ટકાથી વધારે રહેશે નહીં. સાથે સાથે અન્ય સંભાવનાઓ પણ ખરાબ થઈ રહી છે. ભ્રષ્ટાચાર તથા મની લોન્ડરિંગના મામલામાં ચિદમ્બરમ જેલમાં છે. ચિદમ્બરમે ભાજપની સામે મત આપવા લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ભાજપ સરકારની નીતી અને મોડલને અસ્વીકાર કરવાની જરૂર દેખાઈ રહી છે. મોટી સંખ્યામાં લોકોની નોકરી જતી રહી છે. ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે, ત્રીજા ત્રિમાસિક ગારામાં જીડીપી વિકાસ દરનો અંદાજ હજુ નિરાશાજનક રહેશે. કારણ કે, સ્થિતિને હળવી કરવા માટે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી. સરકાર ઉદારશીલ દેખાઈ રહી છે. આવનાર સમયમાં સરકારની મુશ્કેલી વધશે. ચિદમ્બરમે ગંભીર આક્ષેેપો કર્યા હતા.

(8:05 pm IST)