Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પ્રથમ ચરણમાં કુલ ૩૧ ટકા ઉમેદવારો કરોડપતિ રહ્યા છે

ભાજપના ૧૨ પૈકી ૯ ઉમેદવાર કરોડપતિ છે : ૨૦૧૪ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવીને બહુમતિ મેળવી હતી : આ વખતે અનેક પડકારો

રાંચી, તા. ૩૦ :  ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં મતદાન આજે પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કામાં મતદાન ઉંચુ રહેતા જીતવાના દાવા શરૂ થઈ ચુક્યા છે. આ વખતે હરિયાણા અને મહારાષ્ટ્ર બાદ ભાજપ સરકાર અહીં તેની સરકાર બચાવી શકશે કે કેમ તેને લઈને રાજકીય પંડિતોમાં ચર્ચા શરૂ થઈ ચુકી છે. આજે ઝારખંડમાં ૧૩ સીટો પર મતદાન પૂર્ણ થયું હતું. અગાઉની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો. સવારમાં ઓછુ મતદાન થયું હતું. ૨૦૧૪ વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો અહી બોલાવ્યો હતો અને બહુમતી મેળવી હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટી કેટલી સીટો જીતી શકે છે. તેને લઈને ગણતરીઓનો દોર શરૂ થઈ ચુક્યો છે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે આ વખતે પહેલાથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

                     કરોડપતિ ઉમેદવારની વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કામાં ૧૩ વિધાનસભા સીટ પર ચૂંટણી લડનાર આશરે ૩૧ ટકા ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે ભાજપના કરોડપતિ ઉમેદવારોની સંખ્યા સૌથી વધારે છે. ભાજપના ૧૨ ઉમેદવાર પૈકી ૯ કરોડપતિ ઉમેદવાર છે. જેએમએમના ૧૩ પૈકી ૭ કરોડપતિ ઉમેદવાર છે. જેડીયુના ૧૨ પૈકી પાંચ અને બહુજન સમાજ પાર્ટીના ૧૨ પૈકી ૪, કોંગ્રેસના ૬ પૈકી પાંચ, એજેએસયુના તમામ ત્રણ કરોડપતિ ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં રહેવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી.

                   બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા ૨૦મી ડિસેમ્બર સુધી ચાલનાર છે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ૨૩મીના દિવસે જ રાજ્યમાં કોની સરકાર બનશે તે અંગે માહિતી મળશે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાયા બાદ બંને રાજ્યોમાં ભાજપને અપેક્ષા મુજબની સફળતા મળી નથી.

મહારાષ્ટ્રમાં સત્તા હાથમાંથી નિકળી ગઈ છે. જ્યારે હરિયાણામાં સાથીઓને ભેગા કરીને ભાજપની સરકાર બની છે પરંતુ તેના માટે હરિયાણામાં પણ જટીલ સ્થિતિ સર્જાઈ છે.

પ્રથમ ચરણમાં કરોડપતિ

ઝારખંડમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કામાં કઈ પાર્ટીના કેટલા કરોડપતિ રહ્યા છે તે નીચે મુજબ છે.

પાર્ટી....................................... કરોડપતિ ઉમેદવાર

ભાજપ............................................................... ૯

જેએમએમ......................................................... ૭

જેડીયુ................................................................ ૫

બસપ................................................................ ૪

કોંગ્રેસ................................................................ ૫

એજેએસયુ......................................................... ૩

૨૦૧૪ ચૂંટણી પરિણામ

ઝારખંડમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન પૂર્ણ થયું હતું. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. ૨૦૧૪ ચૂંટણીના પરિણામ નીચે મુજબ રહ્યા હતા.

પાર્ટી................................................. જીતેલી સીટો

ભાજપ............................................................. ૩૭

એજેએસયુ......................................................... ૫

ઝારખંડ વિકાસ મોરચા....................................... ૮

કોંગ્રેસ................................................................ ૭

અન્ય................................................................. ૬

ઝારખંડ મુક્તિ મોરચા...................................... ૧૯

(7:59 pm IST)