Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મલયાલી લેખક અક્કીતમને ૫૫મો જ્ઞાનપીઠ પુરસ્કાર

નવી દિલ્હી  :  મલયાલીના વિખ્યાત લેખક અક્કીતમ અચ્યુતન નમ્બૂદીરીનેે ૫૫ મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારમાં ૧૧ લાખ રૂપિયા, સરસ્વતી દેવીની પ્રીતમા, પ્રશંસ્તી પત્ર અને એક સ્મૃતિ ચિન્હ આપવામાં આવે છે.

ભારતીય જ્ઞાનપીઠની પ્રવર સમિતિની ગઇકાલે મળેલી મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો. સમિતીની અધ્યક્ષા ઉડીયા લેખીકા પ્રતિભા રાય છે. આઠ માર્ચ ૧૯૨૬ના કેરળના પલાકડ જીલ્લાના કુમરનલ્લુર ગામમાં જન્મેલા અક્કીતમને નાનપણથી જ સાહિત્ય, ચિત્રકલા, સંગીત અને જયોતિષમા઼ રસ રહયો છે. કવિતા, નાટક, નવલકથા અને અનુવાદમાં તેમના લગભગ ૪૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે.તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, પૂર્તિ દેવી પુરસ્કાર, કબીર સન્માન, વલ્લતો સન્માન વગેરે મળી ચુકયા છે. તેમની રચનાઓનો ભારતની તથા વિદેશની ઘણી ભાષાઓમાં અનુવાદ થઇ ચુકયો છે. તેઓ સકારાત્મક સામાજીક પરિવર્તનના પ્રસ્તાવક યુગદ્રષ્ટા કવિ છે.

(4:04 pm IST)