Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ચીન સમક્ષ રીતસર વેચાઇ ગયેલા માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને પ વર્ષની જેલ

મની લોન્ડ્રીંગ કેસમાં જેલ સજા ઉપરાંત ૩પ કરોડ રૂ.નો દંડ

ભારતના પાડોશી દેશ માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને મની લોન્ડ્રીંગ કેસમાં પ વર્ષની જેલની સજા સંભળાવાઇ છે અને તે સાથે જ તેમના પર પ મીલીયન અમેરિકન ડોલરનો દંડ પણ કરવામાં આવ્યો છે. તેમના પર આરોપ હતો કે તેમણે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દેશના કેટલાક ટાપુઓને ગેરકાયદેસર રીતે લીઝ પર આપી દીધા હતા અને ત્યાર પછી તેમના ખાતામાં ૧૦ લાખ અમેરિકન ડોરલ જમા કરાવવામાં આવ્યા હતા.

અબ્દુલ્લા યામીન ર૦૧૩ થી ર૦૧૮ સુધી માલદીવના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા અને આ દરમ્યાન તેમણે ચીનના તરફેણની નીતિઓ ઘડી હતી. આ જ કારણે તેઓ ર૦૧૮માં માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ સામે ચુંટણીમાં હારી ગયા હતા. પણ ત્યાં સુધીમાં માલદીવ સંપૂર્ણપણે ચીનની પકડમાં ફસાઇ ચુકયું હતું અને માલદીવ પર ચીનનું મોટું દેણું થઇ ગયું હતું. જોકે, પછી ભારતે માલદીવને નાણાકીય મદદ કરીને તેની અર્થ વ્યવસ્થાને મદદ કરી હતી.

આ આખા પ્રકરણમાં ચીનની ભૂમિકાને સમજવી અત્યંત જરૂરી છે. ચીને અહીં માલદીવના રાષ્ટ્રપતિને પોતાના પક્ષમાં કરવા માટે મોટા પ્રમાણમાં પૈસા ખવડાવીને પોતનાની તરફેણની નીતિઓ બનાવડવાી. જેનાથી ચીનને ફાયદો થઇ શકે. પ વર્ષો સુધીચીને માલવીવને આર્થિક રીતે સતત લુંટયું અને તેમની સરકારના અંત સુધીમાં માલદીવની ચીન પરથી નીર્ભરતા એકદમ વધી ચુકી હતી.

એવું નથી કે ચીને પોતાની આ રણનીતિ ફકત માલદીવમાં જ અજમાવી છે. ચીને આવું જ નેપાળ, મલેશીયા, પાકિસ્તાન અને મધ્ય એશિયાના દેશોમાં પણ કર્યું હોવાની પુરી શંકા છે. આ દેશોમાં ત્યાંની સરકાર તો ચીનના પક્ષમાં પોતાની નીતિ બનાવે છે. આ દેશોમાં ત્યાંન્ી સરકાર તો ચીનના પક્ષમાં પોતાની નીતિ બનાવે છે પણ ત્યાંની પ્રજા ચીન સામે ભડકેલી છે. નેપાળમાં એક તરફ લોકો અને ઘણાં સાંસદ ચીન વિરૂધ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે, જયારે ત્યાંની સામ્યવાદી સરકાર ચીનના ગુણગાન ગાવામાં લાગેલી છે.

(3:57 pm IST)