Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પંજાબ નેશનલ બેંક કેસ

નીરવ મોદીને સંબંધિતોને ૭૦૩૦ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ

મુંબઇ તા. ૩૦ :પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (પીએનબી સ્કેમ) કેસમાં મુંબઇ ડેટસ રિકવરી ટ્રીબ્યુનલ વન દ્વારા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને તેની જૂથ - કંપનીઓને નવો આદેશ આપ્યો છે. ડીઆરટી-૧ એ કહયું છે કે નીરવ મોદી અને તેના સંબંધીઓ અને જૂથ - કંપનીઓએ લગભગ બે વર્ષથી બાકી રહેલા પંજાબ નેશનલ બેન્કના ૭૦૩૦ કરોડ રૂપિયા ચુકવવા જોઇએ. આ અગાઉ રર નવેમ્બરે ડીઆરટીએ નીરવ મોદી અને અન્ય આરોપીઓને ૩૦ જૂન ર૦૧૮ થી સમગ્ર રકમ પર ૧૪.૩૦ ટકાના દરે વ્યાજ ચુકવવા અને ૧પ દિવસની અંદર ૧,૭પ,૦૦૦ નો ખર્ચ ચુકવવા આદેશ આપ્યો. હતો. જો આમ કરવામાં નહીં આવે તો પીએનબી પુનઃ પ્રાપ્તી કાર્યવાહી શરૂ કરશે.

ડીઆરટીએ નીરવ મોદી અને તેના નજીકના સંબંધીઓ અમી એન. મોદી, નિશલ  ડી. મોદ, દીપક કે. મોદી, નેહલ ડી. મોદી, રોહિન એન. મોદી, અનન્યા એન. મોદી, અપાશા એન. મોદી અને પૂર્વી મયંક મહેતાને પણ નોટીસ ફટકારી છે.

નીરવ મોદીની જૂથ-કંપનીઓને પણ સુચના આપવામાં આવી છે એમાં ડીઆરટી-૧, મુંબઇના ઇન્ચાર્જ પુનઃ પ્રાપ્તી અધિકારી સુજિતકુમાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

(11:45 am IST)