Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

નિકાસકારો માટે ટેક્ષ રિફંડની તૈયારી

૪ સ્કીમ હેઠળ નિકાસને અપાશે પ્રોત્સાહન

નવી દિલ્હી તા. ૩૦: નિકાસકારો માટે સરકાર ટેક્ષ રિફંડ સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે કેન્દ્રીય વેપાર પ્રધાન પીયુષ ગોયલે રાજયસભાને જણાવ્યું કે એને ટુંક સમયમાં જ કેબીનેટ સમક્ષ મુકવામાં આવશે રાજયસભામાં પ્રશ્ન કાળ દરમ્યાન તેમણે જણાવ્યું કે સરકાર શ્રમ કાનુનમાં સુધારા બાબતે પણ પ્રયાસરત છે આ અંગેનો પ્રસ્તાવ સંસદની મંજુરી માટે રજુ કરવાની તૈયારી કરાઇ રહી છે.

 

ટ્રેડવોર અને સંરક્ષણવાદની ચર્ચા કરતા વ્યાપાર પ્રધાને કહ્યું કે અત્યારે વેપાર માટે વૈશ્વિક પરિસ્થિતીઓ વિપરીત છે. તે છતા સરકાર ઉત્પાદન વધારવાના આશયથી સ્વરોજગારને પ્રોત્સાહન આપી રહી છે. આ ઉપરાંત નિકાસ કરશુલ્ક અને ટેક્ષમાં છુટ આપવાની જાહેરાત પહેલા જ કરાઇ ચુકી છે આ છુટને ટેક્ષરિફંડ સ્કીમ દ્વારા લાગુ કરાશે.

ગોયેલે ટેકનીકલ ક્ષેત્રના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે ભારત ટેકનોલોજીની રેસમાં પાછળ ન રહી શકે આટલા માટે સરકાર કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી રહી છે. આ ક્ષેત્રમાં કડી  મેન્યુફેકચરીંગ, એઆઇ અને ઉત્તમ ડેટા એનેલીટીકસ પર ભાર મુકાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે આ બાબતોમાં ભારત દુનિયા સાથે ચાલવવામાં માંગે છે.

તેમણે કહ્યું કે આપણે ઘણીવાર હરીફાઇનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છીએ તેની પાછળ ઘણા કારણો છે. જેમાંથી ઉગરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકારે વેપારને પ્રોત્સાહના આપવા કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કર્યોછે નવી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્ષ હવે ૧પ ટકા જ રહી ગયો છે.

(11:41 am IST)