Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

બંધારણમાં પદ ન હોવા છતાં દેશના ૩૧માંથી ૧૬ રાજયોમાં ઉપમુખ્યમંત્રી, આંધ્રમાં તો છે ૫ ઉપમુખ્યમંત્રી

નવી દિલ્હી, તા.૩૦: મહારાષ્ટ્રમાં CM પદ પર ઉદ્ઘવ ઠાકરે બિરાજમાન થવાના છે તે નક્કી જ છે. પરંતુ દાવપેચ ડેપ્યુટી CM પદને લઈને છે. હજી સુધી નક્કી થયુ નથીકે, ડેપ્યુટી સીએમ કોણ બનશે. કોંગ્રેસ અને એનસીપીએ હજી સુધી પોતાના પત્ત્।ા ખોલ્યા નથી. જોકે, સરકાર રચનાને લઈને આજે એનસીપી, શિવસેના, કોંગ્રેસની બેઠક થઈ હતી. જેમાં એનસીપી નેતા અજીત પવારે ઉપમુખ્યમંત્રી બનવા પર મંથન કર્યુ હતુ. પરંતુ નિર્ણય લેવાનો અધિકાર એનસીપી પ્રમુખ શરદ પવાર પર છોડી દેવામાં આવ્યુ છે.

એવાંમાં સવાલ ઉભા થાય છેકે, શું ઉપમુખ્યમંત્રીનું પદ બંધારણીય પદ છે? બંધારણમાં ઉપમુખ્યમંત્રી, ઉપપ્રધાનમંત્રી પદને લઈને કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. પરંતુ તેને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બાદ બીજા નંબરનું સન્માનજનક પદ બનાવી દેવામાં આવ્યુ છે. ઉપમુખ્યમંત્રી કયારેક રાજકીય હિત સાધવા માટે બનાવવામાં આવે છે, તો કયારેક ગઠબંધન ધર્મ નીભાવવા માટે. રાજકીય સ્થિરતા બનાવી રાખવા માટે કેબિનેટમાં ઉપમુખ્યમંત્રીને રાખવામાં આવે છે. જેમકે તેલંગાણામાં મુખ્યમંત્રીનાં ચંદ્રશેખર રાવની સાથે બે ઉપમુખ્યમંત્રી રહી ચૂકયા છે. જેમાં એક મુસ્લિમ તો એક દલિત ચહેરો રહ્યો છે. મુખ્યમંત્રીનો વિશેષધિકાર હોય છેકે, પોતાની કેબિનેટમાં કોઈ ઉપમુખ્યમંત્રી રાખવામાં આવે. આ સમયે ૧૬ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપમુખ્યમંત્રી મુખ્યમંત્રીઓ સાથે કામ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધારે ૫ ડેપ્યુટી સીએમને રાખવામાં આવ્યા છે. જયારે કર્ણાટકમાં ડેપ્યુટી સીએમની સંખ્યા ૩ તો ગોવા અને ઉત્ત્।રપ્રદેશમાં ૨-૨ લોકોને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

કયાં કયા રાજયમાં કોણ અને કેટલાં ઉપમુખ્યમંત્રી છે?

આંધ્રપ્રદેશ - અલાનાની, અજમત પાશા શેખ, કે નારાયણ સ્વામી, પિલ્લી સુભાષચંદ્ર બોસ, પુષ્પશેરવાની પલુમા

અરૂણાચલ પ્રદેશ- ચાઉનામેન

બિહાર - સુશીલકુમાર મોદી

દિલ્હી- મનિષ સિસોદિયા

ગોવા - મનોહર અજગવંકર, ચંદ્રકાંત કાવલેકર

ગુજરાત- નીતિનભાઈ પટેલ

હરિયાણા - દુષ્યંત ચૌટાલા

કર્ણાટક -સી એન અશ્વત નારાયણ, ગોવિંદ કરજોલ, લક્ષ્મણ સાવદી

મણિપુર -જોય કુમાર સિંહ

મેદ્યાલય -રેસ્ટોન શ્યાંગ

મિઝોરમ- તાઉનલિયા

નાગાલેન્ડ -યંથુંગો પટ્ટો

રાજસ્થાન-સચિન પાયલટ

તામિલનાડુ - ઓ પન્નીરસેલ્વમ

ત્રિપુરા- જિશ્નુ દેવ વર્મા

ઉત્ત્।ર પ્રદેશ - દિનેશ શર્મા, કેશવ પ્રસાદ મૌર્ય

૧૯૮૯માં પહેલીવાર હરિયાણાના દિગ્ગજનેતા દેવીલાલે ઉપપ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. દેવીલાલનાં ઉપ પ્રધાનમંત્રી પદ પીએમ તરીકે શપથ લેવા પર સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તેની ઉપર કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યુ હતુકે, આ પદ ફકત નામ માટે જ છે. દેવીલાલ અન્ય તમામ મંત્રીઓની જેમ જ રહેશે. આ મામલાની સુનાવણી દરમ્યાન કોર્ટે ૯ જાન્યુઆરી, ૧૯૯૦માં ટિપ્પણી કરી હતીકે, દેવીલાલની પાસે પીએમની કોઈ શકિત નથી. દેવીલાલનાં ઉપપ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશમાં ઉપમુખ્યમંત્રીનો સિલસિલો શરૂ થયો. પહેલીવાર કર્ણાટકમાં ૧૯૯૨માં પૂર્વ વિદેશમંત્રી એસ.એમ. કૃષ્ણા ઉપમુખ્યમંત્રી બન્યા હતા.

(11:38 am IST)