Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

વજુભાઇ એટલે વજુભાઇ ! હોસ્પિટલના બિછાનેથી જ ફરી કામગીરીના શ્રીગણેશ

બાયપાસમાં પાસઃ ૮૨માં વર્ષે પણ ટનાટન સ્ફુર્તિ

રાજકોટ તા.૩૦: કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાને બાયપાસ સર્જરી બાદ આઇ.સી.સી.યુ.માંથી રૂમમાં ફેરવાતા સાથે જ પોતાની આગવી કુનેહના દર્શન થાય તેવી કુશળતાથી પુનઃ ઓફિસ કાર્ય પૂર્ણ કરવાની શરૂઆત આજે હોસ્પીટલમાંથી જ શરૂ કરી હતી. કર્તવ્ય નિષ્ઠાનું એક આદર્શનુ ઉત્તમ ઉદાહરણ ૮૨ વર્ષની જૈફ ઉમરે યુવાનોને પ્રેરણા આપે તેવા ઉત્સાહ અને ફરજ નિષ્ઠાનુ જીવંત દ્રષ્ટાંત શ્રી વજુભાઇએ પોતાના જીવનમાં આચરણ દ્વારા પુરૂ પાડયું છે. શિસ્ત બધ્ધ સ્વંયસેવક તરીકે જે કોઇ જવાબદારી સોપવામાં આવે તે પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે હસતા હસતા નિભાવી જાણી છે. રાજયના હીતમાં નિર્ણયો કરવામાં કોઇ જ વિલંબ ન થાય તે માટે સદાયે તત્પર રહેવાની તેની વિશીષ્ટતા  તસ્વીરમાં જોવા મળે છે. હાલ અઠવાડિયુ જાહેર કાર્યમાંથી અલિત રહીને રાબેના મુજબનું ઓફીસ કાર્ય શરૂ કરી દીધુ છે.

(11:36 am IST)