Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ગોગોઈએ બંધ બારણે સુરક્ષા એજન્સીઓ સાથે મંત્રણા કરવી જોઈતી ન હતી : હુકમો ખુલ્લી કોર્ટમાં પસાર થવા જોઈએ, બંધ બારણે નહિં

અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષ વતી ધારદાર દલીલો કરનાર રાજીવ ધવનનો ધગધગતો ઈન્ટરવ્યુઃ આ કેસ હિન્દુઓ વિરૂદ્ધ મુસ્લિમોનો કેસ ન હતો : બંધારણના રક્ષણ માટેનો હતો, જે ખતરા હેઠળ છે

હું હિન્દુઓ અને મુસ્લિમો તરફે હાજર થયો હતો :

રાજીવ ધવન : હું ફકત મુસ્લિમો તરફે હાજર રહ્યો ન હતો. હું હિન્દુઓના પણ એક મોટા સમુદાય તરફે પણ હાજર રહ્યો હતો જે ઉદાર બિન સાંપ્રદાયિકતામાં વિશ્વાસ ધરાવે છે. આ કારણ હતા. આ એવો કેસ નથી જેને હિન્દુઓ વિરૂદ્ધ મુસ્લિમોનો કેસ કહી શકાય, આ કેસ બંધારણના રક્ષણ માટેનો હતો જે ખતરા હેઠળ છે.

એમના નિવેદન 'હિન્દુઓ શાંતિનું ભંગ કરે છે' બાબત

રાજીવ ધવન : મને ખબર નથી કોણે મારૂ ઈન્ટરવ્યુ લીધુ હતું અને ગઈકાલે લીધેલ ઈન્ટરવ્યુ ખોટી રજૂઆત કરી લેવાયુ હતું. જયારે મેં હિન્દુઓ બાબત કહ્યુ હતું એનો સંદર્ભ એવા હિન્દુઓ માટે હતો જે બાબરી મસ્જીદને લગતી હિંસા માટે જવાબદાર હતા. કોર્ટમાં મેં આવા હિંસક હિન્દુઓ માટે હિન્દુ તાલીબાન કહ્યું હતું.

હું આ નિવેદનને વળગી રહ્યો છું. ગઈ સદી બાબત જ વિચાર કરો કે કઈ રીતે હિંસા થઈ હતી. ૧૯૩૪મા મુસ્લિમોએ મસ્જિદને બચાવવા પ્રયાસો કર્યા હતા અને એ તોડવામાં આવી. ૧૯૪૯મા એમાં ગેર કાયદેસર દાખલ થવાયું. ૧૯૫૦ થી ૧૯૯૨ દરમિયાન હિન્દુઓએ રિસીવર ના પ્રત્યેક આદેશનું પાલન નહીં કર્યું અને સૌથી મોટું કૃત્ય બાબરી મસ્જિદને તોડી પડાઈ. જેથી હુ ફરીથી કહું છું કે બાબરી મસ્જિદમાં થયેલ હિંસા એ હિંદુ હિંસા હતી જે હિંદુ તાલીબાન દ્વારા યોજાઈ હતી પણ હું આ હિંસાને સંઘ પરિવાર સુધી મર્યાદિત રાખું છું આ બધા જ સભ્યો હતા જેમણે હિંસા આચરી હતી.

હું સંઘ પરિવારની હિંસા બાબત નિસ્બત ધરાવું છું જે બાબરી મસ્જિદ સાથે સંબંધ ધરાવે છે અને એ હિંંદુ તાલિબાન હતું. એમનામાંથી એકે મારા ઉપર કોર્ટમાં હુમલો કર્યો હતો. મને હત્યાની ધમકીઓ મળતી હતી, શ્રાપિત કરાતો, લગભગ ૨૦૦૦ પત્રો મને લખાયા જેમાં ગાળો જ લખેલ હતી. મારા ઘરની બહાર વિષ્ઠા ફેંકવામાં આવી. હું આ કૃત્યને પણ હિંસા જ કહુ છું.

હું હિંદુ કોમ માટે નથી કહેતો. મને આ કોમના મોટાભાગના લોકો તરફ વિશ્વાસ છે જે લોકો આ પ્રકારની હિંસા સાથે સહમત નથી.

ફોજદારી ટ્રાયલ બાબત

રાજીવ ધવન : જો આપણે નૈતિક ધોરણના લીધે ફોજદારી ટ્રાયલનો બચાવ કરીએ તો આપણે હિન્દુઓની લાગણીઓ તરફ ફરજ પૂર્ણ કરીએ છીએ પણ આપણે એ વાતથી છટકી નહીં શકીએ કે આ પ્રકારની હિંસા હિંદુ, મુસ્લિમ અને કોઈ પણ ધર્મને સ્વીકાર્ય નહીં હોય.

મંદિર વહીં બનેગા અને શાસક પક્ષના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલ રામ મંદિરનું વચન- આ વિશે એમના મંતવ્યો :

રાજીવ ધવન : જયારે કેસની સુનાવણી ચાલી રહી હોય ત્યારે કોઈ પણ વ્યકિત અથવા સરકારે અપેક્ષિત ચુકાદા બાબત ચર્ચા નહીં કરવી જોઈતી હતી. જયારે એ કહી રહ્યા હતા મંદિર વહી બનેગા, એ કોટ ની અવમાનના છે.

ભાજપનો ચૂંટણી ઢંઢેરો કોઈ પવિત્ર પુસ્તક નથી. ઢંઢેરામાં જણાવ્યું હતું કે ચુકાદો ફકત રામ મંદિરની તરફેણમાં જ આવશે. આ પણ એક રીતે કોર્ટની અવમાનના છે. અડવાણીને અત્યારે પ્રશંસા જોઈએ, પણ કોઈએ એમને કહેવું જોઈએ કે -ધ્વંસ કરવું એ ખરો માર્ગ નથી. એમની રથ યાત્રા હિન્દુઓને જોડવા માટે ન હતી પણ મુસ્લિમોને ધમકી આપવા માટે હતી.

રિવ્યુ અરજી બાબત :

રાજીવ ધવન : રિવ્યુ અરજી દાખલ કરવી એ સુન્ની વકફ બોર્ડની પસંદગી છે. હું રિવ્યુ ફકત એક કારણ માટે કરવા ઈચ્છુ છું કારણ કે ન્યાય વિના શાંતિ નહીં થઇ શકે. અને મુસ્લિમ પક્ષકારોએ હજુ જણાવ્યું નથી કે એમને આ ચુકાદામાં શું વાંધો છે અને આ વાતનો ખુલાસો ફકત રિવ્યુ દ્વારા જ થઇ શકે છે.

અમે જીતીશું અથવા હરીશું, એ ચર્ચા જુદી છે. પણ રિવ્યુ થવું જોઈએ અને એનાથી ખબર પડશે કે ખરેખર ચુકાદામાં મૂળભૂત રીતે શું ખોટું છે.

કોંગ્રેસના વલણ બાબત :

રાજીવ ધવન : કોંગ્રેસે ટેકો આપ્યો હતો અને નેશનલ હેરાલ્ડના લેખને નકારી કાઢી નાખ્યો હતો, કારણ કે એમણે ખરાબ પ્રકાશમાં ચુકાદાની વાત કરી હતી, તે એક ગંભીર ભૂલ છે. તે શરમજનક છે કે રાજકીય પક્ષ તેમના પોતાના અખબારના અવાજને જ ઉછાળે છે. કોંગ્રેસને બહાર આવવા દો અને કહેવું જોઈએ કે જયાં સુધી ન્યાય અને સત્યની વાત છે ત્યાં સુધી અમને ભયભીત કરવામાં આવશે નહીં. કોંગ્રેસે બહાર આવી કહેવું જોઈએ કે જયાં સુધી ન્યાય અને સત્યની વાત છે ત્યાં સુધી અમે ભયભીત થઈશું નહીં.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાબત :

રાજીવ ધવન : સુપ્રીમ કોર્ટનું એ કાર્ય નથી કે એ શાંતિને ધ્યાનમાં રાખી ચુકાદો આપે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બંધારણન અનુચ્છેદ ૧૪૨ હેઠળના પોતાના અધિકારોનો ઉપયોગ કર્યો હતો. અનુચ્છેદ ૧૪માં સપૂર્ણ ન્યાયની વાત કરાઈ છે. એ માટે સુપ્રીમ કોર્ટની ફરજ હતી કે એ ધ્યાન રાખે કે સપૂર્ણ ન્યાય થયો છે કે નહીં, જે અહીં થયું નથી.

હું નથી માનતો કે સી. જે. આઈ. રંજન ગોગોઈને બંધ બારણે સુરક્ષા એજન્સીઓ સાથે મીટિંગ કરવી જોઈતી હતી. આવી મીટિંગ છુપી રીતે થવી નહિં જોઈએ. એ વાત સ્પષ્ટ છે કે એમણે આદેશ પસાર કરવાનો છે જેનું પાલન કોઈ પણ ભોગે સરકારને કરાવવાનો છે. જજોએ રાજકારણીઓ અને પોલીસ સાથે મંત્રણા નહિં કરવી જોઈએ એ એમના ન્યાય ક્ષેત્રાધિકારમાં આવતુ નથી. પણ અયોધ્યા કેસના ચુકાદા વખતે આવુ થયુ હતુ. આ સંપૂર્ણપણે અયોગ્ય હતું. આદેશો ખુલ્લી કોર્ટમાં પસાર કરવા જોઈએ નહિ કે બંધ બારણે.

(11:34 am IST)