Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

રોજના ૯ કલાક ઊંઘવાનું અને રૂ.૧ લાખનો પગાર

ભારતની કંપનીએ બહાર પાડી વેકેન્સી

બેંગ્લોર, તા.૩૦: બેંગલુરુની એક કંપની હવે ઊંદ્યવા માટે તમને મહિને ૧ લાખ રૂપિયાનો પગાર આપશે. કેટલું સારું તમે રોજ ૯ કલાકની ઊંદ્ય પૂરી કરવા સાથે ૧ લાખ રૂપિયા પણ કમાઈ શકો છો. પરંતુ આ માટે તમારું નોકરીમાં સિલેકશન થવું જરૂરી છે. આવો જાણીએ આ અજબ-ગજબ ઓફર વિશે

કર્ણાટકની રાજધાની બેંલગુરુની ઓનલાઈન ફર્મ વેકફિટે આ ઓફર આપી છે. ઓનલાઈન સ્લીપ સોલ્યૂશન ફર્મે પોતાના આ પ્રોગ્રામને વેકફિટ સ્લીપ ઈન્ટર્નશીપ નામ આપ્યું છે.

આ ઈન્ટર્નશીપ માટે માત્ર કેટલાક લોકોનું જ સિલેકશન કરવામાં આવશે. અહીં તમને કંપની તરફથી ઊંદ્યવા માટે આપેલા બેડ પર જ સૂવું પડશે. તમારે દરરોજ તે જણાવવાનું રહેશે કે તમને કેવી ઊંદ્ય આવી. સારી કે ખરાબ.

કંપનીએ સૂવા માટે કેટલાક લોકોનું કાઉન્સેલિંગ કરશે. પછી તેમની ઊંદ્યવાની રીતને ટ્રેક કરાશે. આ બાદ એકસપર્ટ પાસેથી સલાહ પણ આપવામાં આવશે. જે લોકો ઊંદ્યવા જશે તેમની ઊંદ્યને રેકોર્ડ કરવામાં આવશે. તેમની સૂવાની પેટર્ન નોટિસ કરાશે. વિજેતાઓને સ્લીપ ટ્રેકર પણ મળશે.

કંપનીનો નિયમ છે કે આ સ્કીમમાં ભાગ લેનારા સિલેકટેડ લોકોએ ૧૦૦ દિવસો માટે રોજના ૯ કલાક સૂવાનું રહેશે. અહીં માત્ર એવા લોકોનું જ સિલેકશન થશે જે લોકો પોતાની ઊંદ્યને બાકી બધી વસ્તુઓ કરતા વધારે જરૂરી માને છે.

વધારે કામ અને તણાવના કારણે લોકોની ઊંદ્ય ખરાબ થઈ રહી છે. તેનાથી તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. આથી કંપની આ ઈન્ટર્નશીપ લઈને આવી છે. આ માટે તમારે પોતાનું કામ કે ઘર છોડવાની પણ કોઈ જરૂર નહીં પડે.

જો તમે આ ઈન્ટર્નશીપ કરવા ઈચ્છો છો તો તમારા માટે કંપનીની વેબસાઈટ https://wakefit.co/sleepintern/ પર જઈને એપ્લાય કરો.

(10:22 am IST)