Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

શું આ વખતે દેશમાં નહીં પડે કાતિલ ઠંડી!

નવી દિલ્હી, તા.૩૦: તો શું આ વખતે શિયાળામાં કડકડતી ઠંડી નહીં પડે? હવામાન વિભાગનું માનીએ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે ઠંડીની સીઝનમાં લદ્યુત્તમ તાપમાન સામાન્યથી થોડું વધુ રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શુક્રવારે આ સીઝન માટે જારી કરેલા પોતાની આગાહીમાં આ વાત કરી છે. હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે, 'આ વિન્ટરમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની શકયતા છે. ઉત્ત્।ર ભારતના દૂરના વિસ્તારોને છોડીને મોટાભાગના વિસ્તારોમાં લદ્યુત્ત્।મ તાપમાન સામાન્યથી વધુ રહેશે, તે દેશમાં શિયાળાની સીઝન સામાન્યથી ગરમ રહેવાનો સંકેત આપે છે.'

તે સાથે જ કોર કોલ્ડ વેવ ઝોન એટલે કે, સીડબલ્યુઝેડમાં આ ત્રણ મહિનામાં શીતલહેરની ગંભીર સ્થિતિની શકયતા નકારી છે. આ રીજનમાં પંજાબ, હિમાચલ, ઉત્ત્।રાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, યુપી, એમપી, છત્ત્।ીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતના હવામાન ડિવિઝન, લદ્દાખ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, વિદર્ભ અને સૌરાષ્ટ્ર આવે છે.

ઉલ્લેખનીય છે કે, સપ્તાહની શરૂઆતમાં અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું હતું કે, ૨૦૧૯ અત્યાર સુધીનો સૌથી ગરમ શિયાળો રહેવાનો છે. તેમણે કહ્યું હતું કે, 'અલ નીનોની સ્થિતિ જળવાઈ રહેશે અને તેમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે.'

(10:22 am IST)