Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મોદી સરકાર બહુ જલદી IPC અને CRPCમાં ફેરફાર કરશેઃ અમિત શાહ

આઇપીસી અને સીઆરપીસીમાં ફેરફાર એ હવે સમયની જરૂરિયાત છે

લખનઉ, તા.૩૦:  દેશના ગૃહમંત્રી અમિતશાહ આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હતાં. લખનઉમાં આયોજિત ૪૭જ્રાક્નત્ન અખિલ ભારતીય પોલીસ સાયન્સ કોંગ્રેસ-૨૦૧૯ના સમાપન અવસરે અમિત શાહે કહ્યું કે બહુ જલદી આઈપીસી અને સીઆરપીસીમાં ફેરફાર કરવામાં આવશે. આઈપીસી અને સીઆરપીસીમાં ફેરફાર એ હવે સમયની જરૂરિયાત છે. એટલું જ નહીં અમિત શાહે કહ્યું કે જયારે આ કાયદા બનાવવામાં આવ્યાં હતાં ત્યારે અંગ્રેજો આપણા પર શાસન કરતા હતાં. તેમની પ્રાથમિકતા ભારત ના નાગરિકો નહતાં. હવે આપણે આઝાદ છીએ તો તેમાં જનતાની સગવડ પ્રમાણે ફેરફારની જરૂર છે.

અમિત શાહે કહ્યું કે બ્રિટિશ રાજમાં બનેલા આઈપીસી અને સીઆરપીસી જેવા કાયદા હવે અપ્રાસંગિક થઈ ગયા છે. આજની જરૂરિયાતો પ્રમાણે આ કાયદામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. જેને લઈને તેમા ફેરફાર કરવામાં આવશે. આ માટે અમિત શાહે રાજયો પાસે સૂચનો પણ માંગ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એક  રક્ષા શકિત વિશ્વવિદ્યાલયની સ્થાપનાની પણ જાહેરાત કરી અને કહ્યું કે કેન્દ્ર સરકાર તેના માટે એક ખરડો લાવશે. જે રાજયોમાં પોલીસ વિશ્વવિદ્યાલય નથી ત્યાં આ વિશ્વવિદ્યાલય સંલગ્ન કોલેજ પણ સ્થાપિત કરાશે. તેનાથી દેશમાં રેડીમેડ પોલીસ ઓફિસરોની જરૂરિયાત પૂરી થઈ શકશે.

અમિત શાહનું માનીએ તો જનતાનો દ્રષ્ટિકોણ પોલીસ માટે અને પોલીસનો દ્રષ્ટિકોણ જનતા માટેનો બદલવો જરૂરી છે. ફિલ્મોમાં મોટી ફાંદવાળા પોલીસકર્મીઓને દેખાડીને મજાક ઉડાવી શકાય છે. પરંતુ એ પણ સમજવાની જરૂર છે કે પોલીસકર્મીઓ પર સુરક્ષાની કેટલી જવાબદારીઓ હોય છે. લોકો દિવાળી ઉજવતા હોય છે ત્યારે પોલીસકર્મીઓ સુરક્ષામાં લાગેલા હોય છે. લોકો રજા લઈને દ્યરે જાય છે, હોળી ખેલે છે પરંતુ પોલીસકર્મીઓ તે ચિંતામાં હોય છે કે કયાંક કોઈ તોફાન ન થાય.

શાહે કહ્યું કે પોલીસ વિભાગના ૩૫ હજાર જવાનોએ પોતાની શહાદત આપી અને ત્યારબાદ આ દેશના લોકો આજે પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. આથી જરૂરી છે કે જનતા અને પોલીસ બંને એકબીજાને જોવાનો દ્રષ્ટિકોણ બદલે.

(10:22 am IST)