Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

જાગરૂત નાગરિક તરીકે કહી રહ્યો છું કે આર્થિક સ્થિતિ ચિંતાજનક છેઃ મનમોહન સિંઘ

દેશમાં એવું કોઇ નથી જે મંદીના ખતરનાક પરિણામોથી મોં ફેરવી શકેઃ અર્થવ્યવસ્થાની સ્થિતિ આપણા સમાજની સ્થિતિનું પ્રતિબિંબ છેઃ મોદી સરકાર બધાને શકની નજરે જોઇ રહી છે, તેના મુજબ ગત સરકારોના નિર્ણયો ખોટા હતા

નવી દિલ્હી, તા.૩૦: તાજેતરમાં ભારતના GDP દર વિશે થયેલા ચોંકાવનારા ખુલાસા પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંદ્યે પ્રતિક્રિયા આપી છે. પૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આજે જાહેર કરાયેલો GDP દરનો આંકડો ૪.૫%એ પહોંચી ગયો છે જે સ્વીકાર્ય નથી. મનમોહન સિંદ્યે જણાવ્યું કે દેશના જાગરુત નાગિરક તરીકે કહી રહ્યો છું કે આ મામેલ રાજનીતિ સામેલ ન કરવી જોઇએ.

મનમોહન સિંદ્યે જણાવ્યું કે આપણા દેશની આકાંક્ષા ૮-૯% ના દરે વધવાની છે, પરંતુ GDP ૫%થી ૪.૫% સુધી દ્યટીએ ભારે ચિંતાનો વિષય છે. આર્થિક નીતિઓમાં ફેરફાર કરવાથી અર્થવ્યવસ્થામાં સુધારો નહી આવે.

પૂર્વી પીએમએ જણાવ્યું કે દેશમાં એવું કોઇ નથી જે મંદીના ખતરનાક પરિણામોથી મોં ફેરવી શકે. આપણે સમાજને આ ભયના વાતાવરણમાંથી બહાર કાઢીને સુરક્ષિત માહોલ પ્રદાન કરવો જોઇએ. આપણી વચ્ચે રહેલું વિશ્વાસનું સામાજીક માળખું વેર-વિખેર થઇ ચૂકયું છે. આ બધુ સરકારની નીતિઓને કારણે બન્યું છે. મોદી સરકાર બધાને શકની નજરે જોઇ રહી છે. પહેલાની સરકારોના તમામ નિર્ણયોને ખોટા માની રહી છે. આ  દરમિયાન એમણે જણાવ્યું કે  આપણી અર્થવ્યવસ્થાએ ૮% પ્રતિ વર્ષના દરે વિકસિત થવાની જરુર છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ આપણા સમાજની સ્થિતિનું પ્રતિબિંબ છે.

નોંધનીય છે કે તાજેતરમાં જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે,  જૂલાઇ-સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને ૪.૫ ટકા આવી પહોંચ્યો છે. જે ભારત જેવા વિકસિત દેશની આર્થિકવ્યવસ્થા માટે ભારે ચિંતાના સંકેત છે.(૨૩.૬)

 

(10:19 am IST)