Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

દુબઇમાં કાર અકસ્માતે ભારતીય મૂળના ડો. જોન માર્શલનું કરૂણ મોત

દુબઇ : દૂબઇમાં કાર અકસ્માતથી ભારતીય મૂળના ડો. જોન માર્શલ કિલનરનુ દુઃખદ અવસાન થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ૬૦ વર્ષીય આ ડોકટર મંગળવારે પતાના કલીનીકે જઇ રહ્યા હતા ત્યારે કાર ઉપરનો કાબૂ ગુમાવતા નિયંત્રણ ખોઇ બેસતા કાર પલ્ટી  ખાઇ જવાથી કારમાં આગ લાગી ગઇ હતી. જેના પરીણામે તેમનુ મૃત્યુ થયું હતુ. તેઓ કેરળના  વતની હતા. તથા છેલ્લા ર૦ વર્ષથી દૂબઇમા સ્થાયી થયા હતા.

(10:01 pm IST)