Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

કોંગ્રેસમાં બે જ છાવણી પરંતુ ભાજપમાં છ લોકોની મુખ્યમંત્રી બનવા તરફ દોડ :રાજસ્થાનના નેતા રઘુવીર મીણાનો પ્રહાર

ભાજપ છ જૂથોમાં વહેંચાયેલી: કોંગ્રેસ એટલા બધા છૂટાછવાયા નથી: મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટને સંબંધ છે ત્યાં અમારા નવા પ્રમુખ બધાને એક કરશે

નવી દિલ્હી :કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સ્ટીયરિંગ કમિટીમાં સામેલ ઉદયપુરના આદિવાસી નેતા રઘુવીર મીણાએ લોકોની બોલતી બંધ થઈ જાય એવું નિવેદન આપ્યું છે. મીણાએ કહ્યું કે કોંગ્રેસમાં બે જ છાવણી છે. પરંતુ ભાજપમાં છ લોકો મુખ્યમંત્રી બનવા દોડી રહ્યા છે. કોંગ્રેસને તો નવા અધ્યક્ષ ઝડપથી સંભાળી લેશે.

સ્ટીયરિંગ કમિટીના સભ્ય બન્યા બાદ મીડિયા સાથે વાત કરતા આદિવાસી નેતા રઘુવીર મીણાએ સ્વીકાર્યું કે કોંગ્રેસ ગેહલોત અને પાયલોટ કેમ્પ વચ્ચે વહેંચાયેલી છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ત્યાં પાર્ટી છ જૂથોમાં વહેંચાયેલી છે. અમારી પાસે અહીં એટલા બધા છૂટાછવાયા નથી. જ્યાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટનો સંબંધ છે ત્યાં અમારા નવા પ્રમુખ બધાને એક કરશે. તેઓ ગ્રાઉન્ડેડ લીડર છે અને અનુભવી છે જેનો અનુભવ પાર્ટીને એક કરવામાં કામ આવશે.
રાજસ્થાનમાં સરકાર અને સંગઠન વચ્ચે કોઈ વિભાજન નથી. હંમેશા બે જુથ હોવાની વાત થાય છે. નાની નાની વસ્તુઓ દરેક જગ્યાએ થાય છે. જ્યારે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં સંગઠનનું મોટું વિસ્તરણ થશે.

(12:41 am IST)