Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

મિઝોરમના આઈઝોલમાં અકસ્માતમાં પેટ્રોલ ટેન્કરમાં આગ ભભૂકી : ચાર લોકોના મોત: 10 લોકો ઘાયલ

ઘટનામાં ફોર વ્હીલર ટેક્સી અને ટુ વ્હીલરને પણ નુકસાન થયું

મિઝોરમના આઇઝોલમાં એક માર્ગ અકસ્માતમાં પેટ્રોલ વહન કરી રહેલા ટેન્કરમાં આગ લાગતા ચાર લોકોના મોત થયા હતા અને 10 ઘાયલ થયા હતા. મીડિયા સાથે વાત કરતા આઈઝોલના એસપી સી લાલરુઆએ જણાવ્યું કે આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં ફોર વ્હીલર ટેક્સી અને ટુ વ્હીલરને પણ નુકસાન થયું છે. અમે આ મામલે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.

(11:56 pm IST)