Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

સિઓલમાં હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગ: 50 લોકોને હૃદયરોગનો હુમલો: 100 લોકો ઘાયલ

એક નાની શેરીમાં આગળ વધતાં જ નાસભાગ મચી: ડઝનેક લોકો કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બન્યા

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે  નાસભાગમાં ડઝનેક લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. સિઓલમાં હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 50 લોકોને હૃદયરોગનો હુમલો થયો છે. દેશની યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સિયોલમાં હેલોવીન પાર્ટી દરમિયાન તેઓ એક નાની શેરીમાં આગળ વધતાં જ નાસભાગ મચી ગઈ હતી.

ઇમરજન્સી અધિકારીઓને ઇટાવાન વિસ્તારના લોકો તરફથી ઓછામાં ઓછા 81 કોલ મળ્યા, જેમાં કહ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. નેશનલ ફાયર એજન્સીના અધિકારી ચોઈ ચેઓન-સિકે જણાવ્યું હતું કે લગભગ 100 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ડઝનેક લોકો કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બન્યા છે.

(10:03 pm IST)