Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

અલ્હાબાદ હાઇકોર્ટે એક જ દિવસમાં 45 આગોતરા જામીન અરજીઓ ફગાવી : સુપ્રીમ કોર્ટે જજ પાસે જવાબ માંગ્યો : આગામી સુનાવણી 25 નવેમ્બરના રોજ

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ કેવી રીતે અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશે એક જ દિવસમાં આગોતરા જામીનની માંગ કરતી લગભગ 45 અરજીઓ નોન-પ્રોસીક્યુશન માટે સમાન રીતે ફગાવી દીધી હતી તેના પર વાંધો ઉઠાવ્યો હતો.

જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની ડિવિઝન બેંચે હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી સંબંધિત હાઈકોર્ટના જજને તેમના વિચિત્ર વર્તન માટેના કારણોની રિપોર્ટ માંગ્યો છે. "

અમે આ તબક્કે કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવા માટે નિર્દેશ કરીએ છીએ કે લગભગ 45 અરજીઓ સળંગ એક જ તારીખે અને એક જ સમયે કઈ રીતે ફગાવી .ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ તેની સ્વતંત્રતાના રક્ષણ માટે કોર્ટનો સંપર્ક કરે છે જે બંધારણની કલમ 21 હેઠળ પવિત્ર છે.

કેસની આગામી સુનાવણી 25 નવેમ્બરે થશે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે

(8:19 pm IST)