Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ભાજપે દિલ્‍હીના ‘‘આપ'' ના ધારાસભ્‍યોને ખરીદવા ૧૦૭પ કરોડ તૈયાર રાખ્‍યા છે : મનીષ સિસોદીયા

દિલ્‍હીના નાયબ મુખ્‍યમંત્રીના ભાજપ ઉપર પ્રહારો

નવી દિલ્‍હી, તા. ર૯ : હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે. દિલ્‍હીના નાયબ મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયાએ આજે  પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને ભાજપ પર ધારાસભ્‍યોને ખરીદવાના કાવતરાનો આરોપ લગાવ્‍યો છે. આ મામલામાં ભાજપના મોટા માથાનું નામ લેતા તેમણે કહ્યું કે જો તેઓ આ બધામાં સંડોવાયેલા છે તો તેમની તાત્‍કાલિક ધરપકડ કરવી જોઈએ.

મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્‍હીમાં ૪૩ ધારાસભ્‍યો માટે ૧૦૭૫ કરોડ રૂપિયા રાખવામાં આવ્‍યા છે. મારો સીધો સવાલ એ છે કે તેમની પાસે આટલા પૈસા કયાંથી આવ્‍યા? હજારો કરોડો રૂપિયા આપીને ધારાસભ્‍યોને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેની તપાસ થવી જોઈએ.

નાયબ મુખ્‍યમંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં અમે આ વાત કહી હતી કે ભાજપ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. મને પણ ઓફર કરવાનો પ્રયાસ કર્યો. આ પૈસા કયાંથી આવે છે?  આ રીતે ધારાસભ્‍યોને ખરીદે છે તે મોટી ખતરાની વાત છે. તેની ED CBI તપાસ થવી જોઈએ.

(4:51 pm IST)