Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ ઍક વર્ષ માટે લંબાવ્યો

નિયંત્રણોને આવતા વર્ષે ૩૧ ઓક્ટોબર સુધી લંબાવી દીધા

નવી દિલ્હી, તા.૨૯ઃ સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવવા માટે, સરકારે તેની નિકાસ પરના નિયંત્રણોને આવતા વર્ષે ૩૧ ઓક્ટોબર સુધી લંબાવી દીધા છે.

ખાંડની નિકાસ પરના નિયંત્રણો આ વર્ષે ૩૧ ઓક્ટોબરે સમા થવાના હતા. પરંતુ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ઍ હવે તેને ઍક વર્ષ માટે લંબાવી દીધું છે.
શુક્રવારે સાંજે જારી કરાયેલા નોટિફિકેશનમાં આ માહિતી આપતા DGFTએ જણાવ્યું હતું કે, કાચી, શુદ્ધ અને સફેદ ખાંડની નિકાસ પરના નિયંત્રણો ૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી અથવા આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યા છે. આ સંબંધમાં અન્ય તમામ નિયમો અને શરતો યથાવત રહેશે.જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયંત્રણો CLX અને TRQ ડ્યુટી કન્સેશન ક્વોટા હેઠળ યુરોપિયન યુનિયન (EU) અને શ્લ્માં નિકાસ પર લાગુ થશે નહીં. સીઍક્સઍલ અને ટીઆરક્યુ શાસન હેઠળ આ બંને બજારોમાં ચોક્કસ માત્રામાં ખાંડની નિકાસ કરવામાં આવે છે.
ભારત આ વર્ષે ખાંડનો સૌથી મોટો ઉત્પાદક તેમજ વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્ના છે.

(4:10 pm IST)