Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ફેક ન્‍યુઝને ખાળવા આવી ગઇ છે ‘બૂમ' ફેકટ ચેક ટોપલાઇન ૭૭૦૦૯ ૦૬૫૮૮

બૂમની તથ્‍યતપાસ સેવા અંગ્રેજી, હિન્‍દી, બાંગ્‍લા અને ગુજરાતી એમ ચાર ભાષાઓમાં ઉપલબ્‍ધ છે : બૂમ દ્વારા રાજય, ક્ષેત્ર અને શહેરલક્ષી ૧૦ વ્‍હોટ્‍સએપ ગ્રુપ કાર્યરત કરવામાં આવ્‍યા છે : સૌપ્રથમ વખત ગુજરાતી ભાષામાં તમે કોઈપણ ‘ફેકન્‍યુઝ'નું તથ્‍ય તપાસવા ફેક્‍ટચેકની મદદ લઈ શકશો અને એ પણ તદ્દન નિઃશુલ્‍ક ! : બૂમ ફેક્‍ટચેક ટીપલાઈન વ્‍હોટ્‍સએપ પર ૭૭૦૦૯૦૬૫૮૮ પર “Hi” મોકલીને જોડાઓ, ફેક ન્‍યુઝનું તથ્‍ય તપાસો

મુંબઈ : ભારતની સર્વપ્રથમ ફેક્‍ટ ચેક સેવા બૂમ દ્વારા ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વખત ફેક્‍ટચેક સેવાઓનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે.
આ ફેકટચેક સેવાઓ તમે કેમ ઉપયોગ કરી શકો એ સંદર્ભે બૂમ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, બૂમ ફેકટચેક ટોપલાઈન, તથ્‍યનું મિત્ર તેનો વ્‍હેટ્‍સએપ નંબર ૭૭૦૦૯૦૬૫૮૮ વપરાશકર્તાએ તેના ફોનમાં ફોનબુકમાં ઉમેરવાનો કરવાનો રહેશે, ત્‍યારબાદ એ નંબર પર વ્‍હોટ્‍સએપ પર માત્ર “Hi” ટાઈપ કરીને મોકલતા એક ઈન્‍ટરેક્‍ટીવ મેનુ વપરાશકર્તાને જોવા મળશે.
આ મેનુમાં અપાયેલા ઓપશન્‍સ પસંદ કરીને વપરાશકર્તાને શંકાસ્‍પદ લાગે તેવા કોઈપણ સંદેશાઓ, ઈમેજીઝ, વિડિયોઝ વગેરે બૂમની આ ટીપલાઈન થકી જમા કરાવી શકશે અને ગણતરીની મિનિટોમાં તેને બૂમ તરફથી જવાબ મળી જશે કે વપરાશકારતા દ્વારા તથ્‍યતપાસ માટે જમા કરવામાં આવેલી સામગ્રીનું તથ્‍ય શું છે.
વપરાશકારતા દ્વારા રજુ કરવામાં આવેલી એવી કોઈ તપાસ અન્‍ય કોઈ વ્‍યક્‍તિએ ભૂતકાળમાં કરાવેલી હશે કે એ સંદર્ભેનો કોઈ સમાચારપત્રનો વિશ્વાશપાત્ર અખબારી અહેવાલ વગેરે હશે તો તે તથ્‍યતાપાસ માટે સોંપાયેલી વિગતોનું તથ્‍ય શું છે એ બાબત ખોટી છે, કે ગેરમાર્ગે દોરનારી છે કે પછી ખરેખર સત્‍ય છે તેનો સંદેશ તુરંતજ વપરાશકર્તાને તેનાં વ્‍હોટ્‍સએપ પર મળી જશે.
વપરાશકારતા દ્વારા રજુ કરવામાં આવેલી એવી કોઈ તપાસ અન્‍ય કોઈ વ્‍યક્‍તિએ ભૂતકાળમાં નહિ કરાવેલી  હોય તો એ વિગતો બૂમ સાથે ફેકટચેકની સેવાઓમાં કાર્યરત અને બૂમ સાથે સંકળાયેલા પત્રકારોની ટીમને એ સંદર્ભે કામે લગાડવામાં આવ્‍યાનો સંદેશો તુરંતજ વપરાશકર્તાને તેનાં વ્‍હોટ્‍સએપ પર મળી જશે.
આ રીતે વપરાશકારતા દ્વારા રજુ કરવામાં આવેલી એવી કોઈ તપાસ અન્‍ય કોઈ વ્‍યક્‍તિએ ભૂતકાળમાં નહિકરાવેલી  હોય એ સંદર્ભેની તથ્‍યતપાસનું શું પરિણામ આવ્‍યું તેની વિગતો પણ તથ્‍યતપાસની સંપૂર્ણ પત્રકારત્‍વલક્ષી તટસ્‍થ તપાસ અને પ્રક્રિયા કર્યા બાદ એ અહેવાલ વપરાશકર્તા તેનાં વ્‍હોટ્‍સએપ પર મળી જશે.
બૂમ દ્વારા ગુજરાતી ભાષામાં ફેકટચેકની પ્રક્રિયા વધુ લોકભોગ્‍ય બને તેમજ ઈન્‍ટરનેટ વપરાશકર્તા કોઈ ખોટી માહિતીનો શિકાર ન બને તેવા હેતુ અને આશયથી ગુજરાત રાજય, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, માધ્‍ય ગુજરાત, સૌરાષ્ટ્ર પ્રાંત, કચ્‍છ પ્રાંત, અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર અને રાજકોટ શહેરનાં એવા દસ (૧૦) વ્‍હોટ્‍સએપ ગ્રુપ્‍સનો શુભારંભ કરવામાં આવ્‍યો છે.

બૂમના સ્‍થાપક ગોવિંદરાજ ઇથીરાજ વિશે
આજે સમગ્ર વિશ્વમાં ભારતમાંથી ઉભી થયેલી સર્વપ્રથમ ફેકટચેક ન્‍યુઝ બ્રાન્‍ડ બૂમને સફળતાનાં શિખરે પહોંચાડવામાં બૂમની સમગ્ર ટીમનો સિંહફાળો છે. જેમાં બૂમનાં સુકાને રહેલા બૂમલાઈવ તેમજ ઈન્‍ડિયાસ્‍પેન્‍ડનાં ફાઉન્‍ડર (સ્‍થાપક) શ્રી ગોવિંદરાજ ઈથીરાજનું સકાન અત્‍યંત મહત્‍વનું સાબિત થયું છે. શ્રી ગોવિંદરાજ ઈથિરાજ જેઓ ટેલિવિઝન અને અખબારી પત્રકારત્‍વ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને તેઓ ધ ઈકોનોમિક ટાઈમ્‍સ, સીએનબીસી ટીવી૧૮, બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડ, બ્‍લૂમબર્ગ ટીવી ઈન્‍ડિયામાં તંત્રીસ્‍થાને રહીને આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મીડિયા સંસ્‍થાનોનું સુકાન સાંભળી ચુક્‍યા છે, તદુપરાંત તેઓ બ્‍લૂમબર્ગ કવીન્‍ટ તેમજ રાજયસભા ટીવી પર બિઝનેસ તેમજ પબ્‍લિક પોલિસીને લાગતા ટેલિવિઝન શો પણ એન્‍કર કરી ચુક્‍યા છે. તેઓ ધ એસ્‍પેન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ, કોલોરાડોના ફેલો છે, મેકનલ્‍ટી પ્રાઈઝ વર્ષ ૨૦૧૮ના વિજેતા છે અને ૨૦૧૪ માટે BMW ફાઉન્‍ડેશન રિસ્‍પોન્‍સિબલ લીડરશિપ એવોર્ડના પણ વિજેતા છે.
જવ્‍વલ્લે જ કોઈ ભારતીય પત્રકારનાં જ્ઞાન અને કાર્યને કોઈ ફોર્ચ્‍યુન ૫૦૦માં રહેલી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં કોઈ માલિકે જાહેરમાં સ્‍વીકારીને તેમને સરાહી હશે, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ન્‍યુ યોર્ક ખાતે ગેટ્‍સ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત બૌદ્ધિક સત્ર ગોલકીપર્સ ૨૦૨૨ જેની થીમ ફયુચર ઓફ પ્રોગ્રેસ મુદ્દે હતી એવા એક ખુલ્લા મંચ પરનાં સંવાદ કાર્યક્રમમાં માઈક્રોસોફટનાં ફાઉન્‍ડર બીલ ગેટ્‍સ સાથેની ચર્ચાઓમાં ભાગ લીધા બાદ બિલ ગેટ્‍સે પણ શ્રી ગોવિંદરાજ ઈથિરાજ પાસેથી ઘણું જાણવા મળ્‍યાની વાતને સમર્થન આપતી ટ્‍વિટ કરી હતી, જે ખુબજ વાયરલ થઈ હતી.
આ ચર્ચાસત્રમાં શ્રી ગોવિંદરાજ ઈથિરાજ સાથે એક્‍ટર, લેખક,એકેડેમીશિયન-લેક્‍ચરર અને ભૂતકાળમાં બરાક ઓબામા વહીવટમાં વ્‍હાઇટ હાઉસના ભૂતપૂર્વ સ્‍ટાફ સભ્‍ય પણ રહી ચુક્‍યા છે એવા કાલ પેન ઉર્ફે કલ્‍પેન સુરેશ મોદી (જેઓ ફિલ્‍મો તેમજ ટેલિવિઝન સિરીઝ તેમજ વેબસીરીઝમાં કામ કર્યું છે અને નેટફિલક્‍સ પરની જાણીતી વેબ શ્રેણી ધ ડેઝિગ્નેટેડ સર્વાઈવરમાં વ્‍હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરીનાં પાત્રમાં જોવા મળ્‍યા હતા), તેમજ રેને ડીરેસ્‍તા જેઓ સ્‍ટેનફોર્ડ ઈન્‍ટરનેટ ઓબ્‍ઝર્વેટરી ખાતે ટેક્‍નિકલ રિસર્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને માઈક્રોસોફટનાં સર્વેસર્વા તેમજ બિલ એન્‍ડ મેલિન્‍ડા ગેટ્‍સ ફાઉન્‍ડેશનનાં કો-ચેયર એવા શ્રી બિલગેટ્‍સ આ મીસઈન્‍ફોર્મેશન પરની બૌદ્ધિક ચર્ચાસત્રમાં એક જ મંચ પર હાજર હતા.
અંદાજે પોણાં પાંચ કલાક સળંગ ચાલેલ આ બૌદ્ધિક ચર્ચાનો કાર્યક્રમ જેમાં શ્રી ગોવિંદરાજ ઈથિરાજે ભાગ લીધો હતો, તે ગોલકીપર્સ ૨૦૨૨ કાર્યક્રમની યુ-ટ્‍યુબ લિંક અત્રે દર્શાવવામાં આવેલી છે - https://youtu.be/sFjvsiHWAdk
બૂમ ફેક્‍ટચેકની સેવાઓ ગુજરાતી ભાષામાં કાર્યરત થાય અને વધુ અને વધુ લોકો આ ફેકટચેક સેવાઓ સાથે જોડાય તેવા આશયથી બૂમ દ્વારા સમગ્ર ગુજરાતનું સુકાન સંભાળવા માટે ગ્રાન્‍ટ આધારિત બૂમ ગુજરાત ફેકટચેક ત્રિમાસિક પ્રકલ્‍પમાં પત્રકાર હિમાંશુ ભાયાણીની નિમણુંક કરવામાં આવી છે. બૂમ ગુજરાત ફેકટચેક મુદ્દે આપને કોઈપણ વિગતો જોઈતી હોય તો હિમાંશુભાઈનો સંપર્ક સેલફોન નંબર ્ન +૯૧૯૮૨૫૦૬૯૯૨૪ પર થઈ શકશે.

ભારતમાં સૌપ્રથમ શરૂ કરવામાં આવેલી બૂમ ફેક્‍ટ ચેકર્સની સેવાઓ
BOOM એ ભારતમાં સૌપ્રથમ શરૂ કરવામાં આવેલી બૂમ ફેક્‍ટ ચેકર્સ સેવાઓમાંનું એક છે. www.factchecker.in પણ બૂમનાં સ્‍થાપક દ્વારા જ લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું અને દક્ષિણ એશિયામાં છે જેને ઇન્‍ટરનેશનલ ફેક્‍ટ ચેકિંગ નેટવર્ક- પોયન્‍ટર ઇન્‍સ્‍ટિટ્‍યૂટ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્‍યું છે.  આ પ્રમાણપત્ર એ સંપાદકીય રીતે મજબૂત સ્‍વતંત્ર તથ્‍ય ચકાસણી વેબસાઇટ બનાવવા માટે અમે લીધેલા પ્રારંભિક પગલાંનું પ્રતિબિંબ છે જેણે નકલી સમાચારોને નાબૂદ કરવા અને તેનો ફેલાવો અટકાવવાનો પ્રયત્‍ન કર્યો છે.
બૂમ WhatsAppના માધ્‍યમ થકી હેલ્‍પલાઈન શરૂ કરનાર સૌપ્રથમ તથ્‍ય તપાસનાર મીડિયા સંસ્‍થા હતી જયાં તમે તથ્‍ય તપાસવા માટે તમારી પોસ્‍ટ અને ફોરવર્ડ મોકલી શકો છો. બૂમ WhatsApp હેલ્‍પલાઇન (+૯૧૭૭૦૦૯૦૬૫૮૮) દર અઠવાડિયે તથ્‍ય તપાસનાં સંખ્‍યાબંધ પ્રશ્નો પ્રાપ્ત કરે છે.
BOOM ૨૦૧૪ થી એક વ્‍યાપક સંશોધનાત્‍મક પત્રકારત્‍વનાં પ્રયાસ તરીકે અને નવેમ્‍બર ૨૦૧૬થી તેના વર્તમાન અવતારમાં અસ્‍તિત્‍વમાં આવેલ મીડિયા સંસ્‍થાન છે. BOOM એ ખોટી માહિતી સામે લડવા, વાયરલ થઈ રહેલી વિગતો સમજાવવા અને ઈન્‍ટરનેટને વધુ સુરક્ષિત બનાવવાના હેતુ સાથે કાર્યરત સ્‍વતંત્ર ડિજિટલ પત્રકારત્‍વ ક્ષેત્રે કરવામાં આવેલી પહેલ છે. BOOM એ ભારતની સર્વપ્રથમ અગ્રણી ફેક્‍ટ ચેકિંગ વેબસાઇટ અને એવી પહેલ છે, જે વાચકોને પત્રકારત્‍વ દ્વારા ચકાસાયેલ તથ્‍યો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
બૂમની મુખ્‍ય વિશેષતાઓ એ છે કે બૂમ એ ઈન્‍ટરનેશનલ ફેક્‍ટ ચેકિંગ નેટવર્ક (IFCN) દ્વારા પ્રમાણિત પ્રથમ ભારતીય ફેક્‍ટ ચેકિંગ ન્‍યૂઝરૂમ્‍સમાંનું એક છે. BOOM ઇન્‍ટરનેશનલ ફેક્‍ટ ચેકિંગ નેટવર્ક (IFCN)નું પ્રથમ ભારતીય સભ્‍ય હોય, ભારતમાં IFCNના થર્ડ પાર્ટી ફેક્‍ટ ચેકિંગ પ્રોગ્રામ પર ફેસબુક સાથે ભાગીદારી કરનારી સૌપ્રથમ મીડિયા સંસ્‍થા છે.
BOOM ની ટીમમાં આરોગ્‍ય અને કાયદાથી લઈને ડેટા એનાલિટિક્‍સ અને વિદેશ નીતિના ઘણા વિષય નિષ્‍ણાતોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.  બૂમ સક્રિયપણે રાજકીય, વ્‍યવસાય, સામાજિક, આરોગ્‍ય અને દવાથી લઈને બ્રાન્‍ડ્‍સ, ઉત્‍પાદનો અને સેવાઓ સુધીના વિષયો મુદ્દે તથ્‍ય તપાસે છે.
BOOM હાલમાં ધરાતલ સાથે જોડાયેલી પત્રકારોનાં સમૂહ સાથે અંગ્રેજી, હિન્‍દી, બાંગ્‍લા અને ગુજરાતી એમ કરીને ચાર ભારતીય ભાષાઓમાં ઉપલબ્‍ધ છે. આ વર્ષની શરૂઆતમાં, BOOM એ સ્‍થાનિક વેબસાઈટ્‍સ અને સમર્પિત ટીમો સાથે બાંગ્‍લાદેશ અને મ્‍યાનમારમાં પણ વિસ્‍તરણ કર્યું, જેમાં બૂમ દ્વારા ફેકટચેક કરવામાં આવતી ભાષાઓની કુલ સંખ્‍યા છ થઈ છે. તદુપરાંત કન્નડ અને મલયાલમ ભાષામાં તથ્‍ય તપાસવા માટે BOOM અગ્રણી ભારતીય સામાજીક પ્‍લેટફોર્મસ સાથે પણ કાર્યરત છે અને કામ કરે છે.
બૂમ ફેસબુક અને યુટ્‍યુબનાં માધ્‍યમ થકી  દરરોજ એક્‍સપ્‍લેનેર્સ તેમજ તથ્‍ય તપાસ કરાયેલી વિગતોનાં વીડિયોનું પ્રસારણ પણ કરે છે. તમે બૂમને ટ્‍વિટર પર (@boomlive_in) પર શોધી શકો છો.
BOOM એ Outcue Media Pvt Ltd નો એક ભાગ છે અને તેનું મુખ્‍ય મથક મુંબઈ, ભારતમાં છે. આઉટક્‍યૂ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ એ નફા માટેનું એકમ છે અને તે અન્‍ય વ્‍યવસ્‍થાઓ જેમ કે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ તેમજ કોન્‍ટ્રાક્‍ટ વર્ક, મીડિયા સાક્ષરતા, તાલીમ તેમજ મીડિયા કન્‍ટેન્‍ટ બનાવવાના કોન્‍ટ્રાક્‍ટ્‍સમાંથી તેની આવક મેળવે છે, જેમાંથી તથ્‍ય તપાસવાની પ્રક્રિયા તદ્દન મફત કરવામાં આવતી હોય તેને આવકનાંસ્ત્રોતમાંથી બાકાત રાખેલ છે.
બૂમને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં કુલ આવકમાં ૫ ટકાથી વધુ યોગદાન આપનાર સંસ્‍થાઓમાં ફેસબુક અને મહોલ્લાટેકનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

બૂમ ગુજરાત વ્‍હોટ્‍સએપ તથ્‍ય તપાસ પ્રકલ્‍પની વ્‍હોટ્‍સએપ ગ્રુપ્‍સ પર આમંત્રણ લિંક - વિગતો  
*    Gujarat / ગુજરાત
    https://chat.whatsapp.com/DcOX9Ahtwbv8GqLASXQNJM
*    Rajkot / રાજકોટ
    https://chat.whatsapp.com/HsLwtTIxD0B0htYit96c57
*    Baroda (Vadodara) / બરોડા
    https://chat.whatsapp.com/LDAzA5sMLUeBsDJdRTwfGB
*    Surat / સુરત
    https://chat.whatsapp.com/D5FWBTPA4fOFGTPNDxkw41
*    Ahmedabad / અમદાવાદ
    https://chat.whatsapp.com/IqIyngKv2456cVY8kmv1Wj
*    Saurashtra / સૌરાષ્‍ટ્ર
    https://chat.whatsapp.com/K9q6ZgeMWz30BZ0M5irPLg
*    Kutch / કચ્‍છ
    https://chat.whatsapp.com/DmhyNzbza605XUo4qT2DH7
*    Central Gujarat / મધ્‍ય ગુજરાત
    https://chat.whatsapp.com/JUsl5sPrGLH4iHvuIeiwkn
*    North Gujarat / ઉત્તર ગુજરાત
    https://chat.whatsapp.com/EWsejDjrrc97pDLpxMJ92J
*    South Gujarat / દક્ષિણ ગુજરાત
    https://chat.whatsapp.com/L4Qho7rsOE97nEZzRwzUPv


 

 

‘બૂમ'ના ગુજરાત હેડ
હિમાંશુ ભાયાણી
મો. ૯૮૨૫૦ ૬૯૯૨૪

(3:58 pm IST)