Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

વિજય મામા, કેમ છો? તમે અહીં આવો અને મને મળોઃ ઋષિ સુનક

સેલિબ્રિટી શેફ સંજય રૈનાએ સોશ્‍યલ મીડિયા પર પોસ્‍ટ શેર કરી

લંડન,તા.૨૯: કાશ્‍મીરી સેલિબ્રિટી શેફ સંજય રૈનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્‍ટ કરી છે અને એ પોસ્‍ટને લઈને તેઓ હાલ ખૂબ ચર્ચામાં આવ્‍યા છે. જણાવી દઈએ કે એ પોસ્‍ટમાં એક નાનો વિડીયો છે અને એ વિડીયોમાં યુકેના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક શેફના મામાને મામા કહીને બોલાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પોસ્‍ટ કરતા તેની સાથે સંજય રૈનાએ લખ્‍યું છે કે ‘યુકે જવાના વિઝા કન્‍ફર્મ'

એ વિડીયોમાં યુકેના પ્રધાનમંત્રી તેના શેફના મામાને મામા કહીને બોલાવે છે અને જે હૂંફ સાથે તે મામા કહીને તેમણે હાઇ કહે છે તેમના એ જ એક્‍શનમાં તેનું ભારતીય કનેક્‍શન દેખાઈ આવે છે. જણાવી દઈએ કે ૧૦ ડાઉનિંગ સ્‍ટ્રીટ પર દિવાળી રિસેપ્‍શન કર્યું હતું અને કિંગ ચાર્લ્‍સે તેને દિવાળીની મીઠાઈઓ આપી હતી અને હવે ભારતીયને હૂંફ સાથે તે મામા કહીને પ્રેમથી બોલાવે છે તે દર્શાવે છે કે તેનું ભારતીયતા સાથે કેટલું જોડાણ છે.

જણાવી દઈએ કે શેફ રૈનાએ ઋષિ સુનક સાથેની તેમની ટૂંકી વાતચીતનો વીડિયો શેર કર્યો છે અને શેફ દ્વારા ટ્‍વિટર પર શેર કરવામાં આવેલી વિડિયો ક્‍લિપમાં તે કેમેરાને કહેતો જોઈ શકાય છે - ‘મામા મારી પાસે તમને હેલો કહેવા માટે કોઈ છે' અમે ત્‍યાર પછી અચાનક ઋષિ સુનક કેમેરાની સામે દેખાય છે અને ડાબી બાજુ ઉભેલા સુનક હૂંફથી કહે છે. વિજય મામા, નમસ્‍તે..

વાતચીત અહીં પૂરી નથી થતી. સુનક પ્રેમથી વિજય મામાને ૧૦ ડાઉનિંગ સ્‍ટ્રીટમાં બોલાવતા સાંભળવામાં આવે છે. તે કહે છે, ‘તમે અહીં આવો અને મને મળો. જયારે તમે અહીં આવો, ત્‍યારે તમારા ભત્રીજા સંજયને કહો કે તમને ડાઉનિંગ સ્‍ટ્રીટ પર લઈ આવે.' સંજય રૈનાએ શેર કરેલા વિડિયોને કેપ્‍શન આપ્‍યું હતું કે ‘વિઝા ઓન અરાઈવલ હવે પાક્કું.' શેર કરેલ વિડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો અને લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે.

(3:46 pm IST)