Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

બાલીમાં રિશી સુનકને મળશે નરેન્‍દ્રભાઇ મોદી

નવી દિલ્‍હી, તા.૨૯: બ્રિટનના નવા ભારતીય મૂળના વડા પ્રધાન રિશી સુનક અને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વચ્‍ચે ગઈ કાલે ટેલિફોનિક વાતચીત થઈ હતી. બન્ને નેતાઓ ઇન્‍ડોનેશિયાના બાલીમાં આયોજિત થનારી  G20ની બેઠકમાં મળશે એવું જાહેર થયું છે. વડાપ્રધાન મોદીએ રિશી સુનકને ૧.૬ અબજ ભારતીયો વતી શુભેચ્‍છાઓ પાઠવી હતી. ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્‍ટને લઈને બન્ને દેશો વચ્‍ચે વિવાદ ચાલી રહ્યો છે. આ કરાર દિવાળી સુધી થઈ જવાનો હતો, પરંતુ ઘોંચમાં પડ્‍યો છે. રિશી સુનકે પણ કહ્યું હતું કે ‘મારી નવી ભૂમિકાની શરૂઆત કરી રહ્યો છું ત્‍યારે તમારી શુભેચ્‍છાઓ બદલ આભાર. બન્ને લોકશાહી દેશો સુરક્ષા અને આર્થિક ક્ષેત્રે વધુ ને વધુ ભાગીદારી આવનારાં વર્ષો દરમ્‍યાન કરીશું.

(3:55 pm IST)