Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

લ્‍યો બોલો... ઘોડી ન મળી એટલે ગધેડા પર કાઢયો વરઘોડો

હાલમાં જ ઇન્‍ટરનેટ પર એક વાયરલ વરઘોડાનો એક વિડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં વરરાજાના કારનામા જોઇને લોકો સ્‍તબ્‍ધ થઇ ગયા છે

મુંબઇ,તા. ૨૯: સોશિયલ મીડિયા પર લગ્ન સાથે જોડાયેલા વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. આમાંથી કેટલાક વીડિયો દિલને સ્‍પર્શી જાય છે તો કેટલાક હસાવીને લોટપોટ કરી નાખે છે. હાલમાં એવો જ એક વીડિયો સામે આવ્‍યો છે, જેમાં એક વરરાજા બધાનું ધ્‍યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. લગ્ન માટે જો ઘોડી ન મળે તો વરરાજા પોતાની દુલ્‍હનને લેવા માટે ગધેડા પર પહોંચી જાય એવું તમને માનવામાં આવે? આવું જ વાસ્‍તવમાં બન્‍યું છે વીડિયો  જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા છે.

હાલમાં જ ઈન્‍ટરનેટ પર એક વાયરલ વરઘોડાનો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં વરરાજાના કારનામા જોઈને લોકો સ્‍તબ્‍ધ થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જયારે વરને ઘોડી ન મળી તો તેણે ગધેડા પર સવાર થઈને સરઘસ કાઢ્‍યું. વરને ગધેડા પર સવારી કરતા જોઈને ત્‍યાં હાજર દરેક વ્‍યક્‍તિ પોતાના હાસ્‍યને કાબૂમાં રાખી શક્‍યો નહીં. વીડિયોમાં એક મહિલા પણ ગધેડા પર બેઠેલા વરરાજાને પૈસાનો ભોગ આપતી જોવા મળે છે. કેટલાક યુઝર્સનો દાવો છે કે આ વીડિયો કોરોના સમયનો છે. જોકે મામલો ક્‍યાંનો છે તે જાણી શકાયું નથી.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઈન્‍સ્‍ટાગ્રામ પર ‘funtap' નામના એકાઉન્‍ટથી શેર કરવામાં આવ્‍યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્‍શનમાં લખ્‍યું છે કે, શું વાત છે સાહેબ, ઘોડી નહીં તો ગધેડો.યૂઝર્સ આ વીડિયોને જોઈ અને શેર કરી રહ્યા છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

(12:34 pm IST)