Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

પૂ. શ્રી જલારામ બાપા ની 223 મી જન્મજયંતિ પૂર્વે તા. 30 ઓકટોબરના રોજ રજૂ થશે અકિલા દૈનિક પરિવાર - ગણાત્રા પરિવાર નિર્મિત, જલારામ ભક્તો માટે એક અનોખી યાદગાર ભેંટ - પૂ. શ્રી જલારામબાપાની પાવન આરતી...

આરતીના ગાયક છે સુવિખ્યાત ગાયક ઓસમાણ મીર : સંગીત આપ્યું છે સુપ્રસિધ્ધ સંગીતકાર કેદાર - ભાર્ગવે અને બોલ લખ્યા છે લોક લાડીલા કવિ મિલિન્દ ગઢવીએ : રવિવારે બપોરે 'અકિલા' ના બધા સોશ્યલ મીડિયા હેન્ડલ (ID) પર રીલીઝ થશે આ ઈશ્વર પ્રેરિત અદ્ભુત આરતીનો વિડીયો

રાજકોટ : અકિલા હમેશા સામજિક, સાંકૃતિક, ધાર્મિક ક્ષેત્રે કશુંક નવું, નક્કર અને સત્વશીલ આપવા પ્રયત્નશીલ રહ્યું છે. આજ અભિગમને ચાલુ રાખીને આગામી ૩૧ ઓકટો. ૨૦૨૨ જ્યારે વિશ્વભરમાં જલારામ ભક્તો ખુબજ આસ્થા અને ભક્તિભાવથી જલારામ જયંતિ ઉજવશે ત્યારે તેના આગલા દિવસેજ, ૩૦ ઓક્ટોબરે એક અણમોલ ભેટ સૌ જલારામ ભક્તોને આપશે. રવિવારે, તા. ૩૦ ઓકટો. ૨૦૨૨ના રોજ, બપોરે 2 વાગ્યે, ભક્તિભાવ થી સભર - રચિત, એક સુંદર મજાની અને મૌલિક રચના "પૂ. શ્રી જલારામબાપાની આરતી" સૌ જલારામ ભક્તો સમક્ષ, અકિલા' ના બધા સોશ્યલ મીડિયા હેન્ડલ (ID) પર મુકાશે.

વિશ્વ પ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીરના ગરવા કંઠે ગવાયેલી આ નવતર રચના "પૂ. શ્રી જલારામબાપાની આરતી" નું સંગીત ગુજરાતી ફિલ્મોની જાણીતી સંગીતકાર જોડી કેદાર - ભાર્ગવએ આપ્યું છે અને જેના એક એક શબ્દોમાંથી પૂજ્ય જલારામબાપા પરત્વેની અપાર આસ્થા અને શ્રદ્ધા ઝળકે છે એવી આ નવતર સુંદર આરતીને લખી છે જાણીતા યુવા કવિ શ્રી મિલિન્દ ગઢવીએ.

અકીલના દૈનિકના એકઝી. એડિટર શ્રી નિમિશ ગણાત્રા અને યુવા ઉધ્યોગપતિ હિરેન સુબાની પરિકલ્પના અને માર્ગદર્શનમાં તૈયાર થયેલ "પૂ. શ્રી જલારામબાપાની આરતી" ના વિઝ્યુઅલ્સ સુરત ખાતે શ્રી નૈનેશ બુટી એ તૈયાર કર્યા છે અને સાથે વિડિયોમાં આવતા બધા રેખાચિત્રો ધ્વનિ સુખડીયા એ બનાવ્યા છે. જાણીતા દિગ્દર્શક શ્રી વિરલ રાચ્છના માર્ગદર્શનમાં વિડીઓ ફૂટેજ શ્રી નિલેષ ઠાકર દ્વારા શૂટ કરવામાં આવેલ છે.

અકિલા પરિવાર આમ પણ જલારામબાપામાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. એટલે આ વિચારને વાચા આપવા માટે સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મી ગીતો અને કવિતામાં જે મોખરાનું સ્થાન ધરાવે છે એવાં યુવા કવિ મિલિન્દ ગઢવીને આ આરતી લખવાનું કામ સોંપવામાં આવ્યું... અને એમણે મિત્રભાવે અદભૂત રીતે શ્રધ્ધા અને ભાવપૂર્વક શબ્દોથી આ આરતી લખી છે. ત્યારબાદ એનું સ્વરાંકન કરવાનું કામ ગુજરાતનાં ખુબ જ પ્રસિદ્ધ એવાં ફિલ્મ સંગીતકાર કેદાર-ભાર્ગવને સોંપવામાં આવ્યું અને જોગાનુજોગ કેદારભાઈ અને એમનો પરિવાર તો જલારામ બાપામાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને એમને પુજે પણ છે એવી જાણ થઈ. એટલે એ તો ખુબ જ રાજી થયાં કે જલારામ બાપાની આરતીને સ્વરબદ્ધ કરવાની જવાબદારી એમને મળી.. અને એમણે એ જવાબદારી બખૂબી નિભાવી પણ ખરાં. એટલું મીઠું અને હ્રદયસ્પર્શી સ્વરાંકન કર્યું છે એમણે કે કોઈ એકવાર પણ સાંભળશે તો ક્યારેય પણ ભુલી નહીં શકે. હવે અગત્યની વાત એ આવી કે આટલાં સુંદર સર્જનને નિભાવી શકે એવા સક્ષમ ગાયક કોણ હોવા જોઈએ?? કોણ એવું છે જેને સાંભળીને અંતરમાં એક ઉર્જાનો અહેસાસ થાય.. અને સામે નામ‌ આવ્યું "ઓસમાણ મીર", નિમિષભાઈ એ તાત્કાલિક ઓસમાણભાઈ સાથે વાત કરી પોતાનો આ વિચાર રજૂ કર્યો, તો ઓસમાણભાઈએ પણ સહર્ષ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને જોત જોતામાં પૂજ્ય જલારામ બાપાની આરતીનું એક અનેરું અને ભાવપૂર્ણ સર્જન પુર્ણ થયું.

આવનારા વર્ષો અને દાયકાઓ સુધી દરેક જલારામ ભક્તના હૈયે અને હોઠે રમતી રહે એ ઈરાદા સાથે તૈયાર કરવામાં આવેલ "પૂ. શ્રી જલારામબાપાની આરતી" ને તૈયાર કરવામાં શ્રી નિમિશ ગણાત્રાની સાથે અકિલા - ગુજરાત્રી ટીમના હિરેન સુબા, વિરલ રાચ્છ અને મીલોન્દ ગઢવી એ જહેમત ઉઠાવેલ છે. આ જલારામ જયંતીથીજ વિશ્વભરમાં જ્યાં જ્યાં શ્રી જલારામ જયંતી ઉજવાઈ ત્યાં અને તમામ જલારામ મંદિરોમાં આ આરતી, સંચાલકો અને આયોજકો દ્વારા વગાડવામાં આવે તેવી સમગ્ર ટિમ દ્વારા નમ્ર અપીલ આથી કરવામાં આવી છે.

તા. ૩૦ ઓકટો. ૨૦૨૨ના રવિવારે બપોરે ૨ વાગ્યે 'અકિલા' ના તમામ સોશીયલ મીડિયા હેન્ડલ પર આ આરતી રીલીઝ કરવામાં આવશે, જેથી જલારામ જયંતિનાં દિવસે ગામોગામ, લોકો પૂ. શ્રી જલારામબાપાની આરતી ઉત્સાહ પૂર્વક સાંભળી શકે અને એનો લાભ લઈ શકે. આપ સૌ પણ આ અદભૂત અને શ્રદ્ધાપૂર્ણ આરતી નો લાભ લેવાનું ચુકશો નહીં.

અકિલા ના સોશ્યલ મીડિયા હેન્ડલ (આઇડી) :

ફેસબુક : AkilaNews

ઇન્સ્ટાગ્રામ: akiladaily

યુટ્યુબ: Akilanews Live

ટ્વિટર:     akilanews

(1:07 pm IST)