Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

રંગીન રાજા જેને હતી ૩૬૫ રાણીઓ અને ૫૦ થી વધુ બાળકો

રાજાએ પટિયાલામાં ‘લીલા-ભવન' નામનો મહેલ બનાવ્‍યો હતો. જયાં માત્ર વષા વગરનાં લોકોને જ એન્‍ટ્રી મળતી હતીઃ આ મહેલ પટિયાલા શહેરમાં ભૂપેંદરનગર જતાં રસ્‍તા પર બાહરદરી બાગની પાસે બનાવવામાં આવેલ છે

પટિયાલા,તા.૨૯: આપણા દેશમાં એવા ઘણા રાજાઓ થઈ ગયા, જે કોઈને કોઈ કારણોસર પોતાના સમયમાં મશહુર થયા હતા. આવા જ એક રાજા હતા પટિયાલ રિયાસતનાં મહારાજા ભૂપિંદર સિંહ , જેમના રંગીન મિજાજી કિસ્‍સાઓ આખી દુનિયામાં લોકપ્રિય છે. ૧૨ ઓક્‍ટોબર ૧૮૯૧માં જન્‍મેલા ભૂપિંદર સિંહ માત્ર નવ વર્ષની ઉંમરે જ રાજા બની ગયા હતા. જોકે એ વાત અલગ છે કે, તેઓ ૧૮ વર્ષના થયા ત્‍યારે તેમણે રાજા તરીકેનો કાર્યભાર સંભાળ્‍યો હતો અને પટિયાલા પર ૩૮ વર્ષ સુધી રાજ કર્યુ હતું. તો ચાલો જાણીએ  મહારાજા ભૂપિંદર સિંહની જિંદગીની કેટલીક એવી રોચક વાતો, જે તમને આヘર્યચકિત કરી દેશે.
મહારાજા ભૂપિંદર સિંહના રંગીન મિજાજનો ઉલ્લેખ દીવાન જરમની દાસે પોતાની પુસ્‍તક ‘મહારાજા'માં વિસ્‍તારપૂર્વક કર્યો છે. તેમણે પુસ્‍તકમાં લખ્‍યા મુજબ, રાજાએ પટિયાલામાં ‘લીલા-ભવન'નામનો મહેલ બનાવ્‍યો હતો. જયાં માત્ર વષા વગરનાં લોકોને જ એન્‍ટ્રી મળતી હતી. આ મહેલ પટિયાલા શહેરમાં ભૂપેંદરનગર જતાં રસ્‍તા પર બાહરદરી બાગની પાસે બનાવવામાં આવેલ છે.
દીવાન જરમની દાસનાં જણાવ્‍યા મુજબ, મહેલમાં એક ખાસ રૂમ હતો. જે ‘પ્રેમ મંદિર'નાં નામે ઓળખાતો હતો. આ રૂમ માત્રને માત્ર મહારાજ માટે જ રિઝર્વ હતો. એટલે કે આ રૂમમાં તેમના સિવાય કે તેમની મંજૂરી વગર ચકલુ પણ પ્રવેશી શકતુ ન હતુ. આ રૂમમાં રાજાના ભોગ-વિલાસની બધી જ સુવિધા હતી. તેમના મહેલની અંદર એક મોટુ તળાવ પણ હતુ. જયાં એકસાથે લગભગ ૧૫૦ લોકોના ન્‍હાવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. રાજા મોટાભાગે આ જગ્‍યા પર પાર્ટી આપતા હતા. આ પાર્ટીમાં રાજાની માનીતીઓ અને પ્રેમિકાઓને બોલાવવામાં આવતી હતી. આ સિવાય મહારાજના કેટલાક ખાસ લોકો પણ પાર્ટીમાં શામેલ થતાં. તેઓ તળાવમાં ખૂબ ન્‍હાતા, મજાક-મસ્‍તી અને ઐયાશી કરતા હતા.
ઈતિહાસકારોના જણાવ્‍યા મુજબ, મહારાજા ભૂપિંદર સિંહની મુખ્‍ય ૧૦ રાણીઓ સહિત કુલ ૩૬૫ રાણીઓ હતી. જેમના માટે પટિયાલામાં ભવ્‍ય મહેલ બનાવવામાં આવ્‍યા હતા. આ મહેલોમાં રાણીનાં સ્‍વાસ્‍થ્‍યની દેખરેખ માટે હંમેશા ચિકિત્‍સા વિશેષજ્ઞોની ટીમ પણ હાજર રહેતી હતી. દીવાન જરમની દાસનાં જણાવ્‍યા મુજબ, મહારાજાને ૧૦ રાણીઓથી કુલ ૮૩ બાળકો થયા, જેમાંથી માત્ર ૫૩ બાળકો જ જીવિત રહ્યા હતા.

 

(11:39 am IST)