Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

PM ઋષિ સુનકના ગ્રહો શુ કહે છે

બ્રિટનના વડાપ્રધાન કોણ થશે તે બાબત સમગ્ર વિશ્વની નજર છે. જો કેન્‍ડીડેટના જન્‍મના ગ્રહો અથવા સમય બરાબર હોય તો સ્‍પષ્‍ટ આગાહી થઇ શકે છે.
અહી પ્રશ્ન કુંડલીના આધારે ગ્રહો શું કહે છે તે બાબત ફળાદેશ કરવાની કોશીષ કરેલ છે.
સુનક માટે ૧પ ઓગષ્‍ટથી સમય થોડો નબળો બતાવે છે. જયારે લીઝ ટ્રેસ માટે ૧પ ઓગસ્‍ટ ર૦રર થી સત્તા માટેના ગ્રહો જોર કરે છે.
ઇશ્વરને પ્રાર્થના કરીએ કે ઋષીના ગ્રહો જોર કરી જાય.
ફકત ૪પ દિવસમાં જ લીઝ ટ્રેસે રાજીનામુ આપી દીધુ અને ઇશ્વરે પ્રાર્થના સાંભળી ઋષી સુનકના ગ્રહો જોર કરી ગયા અને બ્રિટનના વડાપ્રધાન બની ગયા.
હવે શુ ?
ઋષિ સુનક માટે આગામી નેવુ દિવસ કપરા છે. કાર્યકાળ પુરો કરવા માટે અથાગ મહેનત કરવી પડશે. સૂર્ય ઉપાસના અને ગાયત્રી મંત્ર કરવાથી લાભ રહે. વચ્‍ચેથી સત્તા મુકવાના યોગ પણ ઉભા થઇ શકે છે. ઇ. સ. ર૦ર૩ પછી થોડી અનુકુળતા ઉભી થઇ શકે.
ઇન્‍ડિયા - સાઉથ આફ્રિકાનો મેચ ૩૦-૧૦-રવિવારે બપોરે ૪-૩૦ શરૂ થશે.
બને ટીમમાં ખુબ જ રસાકસી રહેશે ભારતે સફળતા માટે ખુબ જ સતર્ક  રહેવુ પડશે. મેચ ઉપર સટો ન રમવો.  
કુમારભાઇ ગાંધી
મોબાઇલ
૭૮૭૮૧ ૭૮૭૮૩

 

(11:38 am IST)