Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

નોકરી કરવી હોય તો ૨૦૦% મહેનત કરો : નહીંતર રાજીનામુ આપો

ઝૂકરબર્ગના આદેશથી વિચારમાં પડી ગયા કર્મચારી

ન્‍યૂયોર્ક તા. ૨૯ : મેટામાં કામ કરતા લોકો માટે આવનારા કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્‍કેલ છે. તેની પાછળનું કારણ એ છે કે ટેક સેક્‍ટરની દિગ્‍ગજ કંપની કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. તે જ સમયે છટણીના કોલ વચ્‍ચે મેટા વિશે એક સનસનાટીભરી માહિતી બહાર આવી છે. હકીકતમાં એવું જાણવા મળ્‍યું છે કે META કર્મચારીઓને કંપનીમાં તેમની નોકરી સુરક્ષિત કરવા માટે બમણી મહેનત કરવા માટે કહેવામાં આવે છે. કર્મચારીઓને કહેવામાં આવ્‍યું છે કે જો તેઓ કંપનીમાં નોકરી મેળવવા માંગતા હોય તો તેમણે કામમાં ૨૦૦ ટકા સુધી કામ કરવું પડશે.

ઈનસાઈડર સાથેની વાતચીતમાં મેટાના એક કર્મચારીએ સીઈઓ માર્ક ઝુકરબર્ગના મેસેજ વિશે કહ્યું, ઝુકરબર્ગનો સંદેશ ખૂબ જ સ્‍પષ્ટ હતો. તમારી પાસે પોતાને સાબિત કરવા માટે ત્રણ મહિના છે. તમારા ૨૦૦% પ્રયત્‍નો આપો અથવા જો તમને આ બધુ ન ગમતું હોય તો રાજીનામું આપો. મેટાના શેરના ભાવ સતત ઘટી રહ્યા છે. ત્‍યારે કર્મચારીઓને બમણી મહેનત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તે જ સમયે કંપની મેટાવર્સને ક્ષેત્રમાં પોતાને સ્‍થાપિક કરવામા પણ મુશ્‍કેલીઓનો સામનો કરી રહી છે.

જયાં ઝુકરબર્ગ દ્વારા કર્મચારીઓ પર વધુ મહેનત કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે તે જ સમયે, મેટાએ તેની ઘણી ટીમો અને મેનેજરોને બદલ્‍યા છે. હાલમાં કર્મચારીઓને મેનેજરના કહેવા મુજબ શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોની નોકરીઓ પણ સુરક્ષિત નથી. એક કર્મચારીએ આરોપ લગાવ્‍યો,  ‘તેણે કહ્યું કે તે બેકઅપ પ્‍લાન લઈને આવી રહ્યો છે અને હું પણ તે જ કરી રહ્યો છું.'

કંપનીના આંતરિક સૂત્રોના જણાવ્‍યા અનુસાર, મેટામાં છટણીથી મોટી સંખ્‍યામાં કર્મચારીઓને અસર થશે. બીજા ક્‍વાર્ટરના પરિણામો અનુસાર, મેટાની છટણીથી મોટી સંખ્‍યામાં કર્મચારીઓને અસર થશે. બીજા ક્‍વાર્ટરના પરિણામો અનુસાર, મેટાની ત્રણ કંપનીઓ ફેસબુક, ઈન્‍ટાગ્રામ અને વોટ્‍સઅપમાં ૮૩, ૫૦૦ કર્મચારીઓ કામ કરે છે. META ના અન્‍ય કર્મચારીના જણાવ્‍યા અનુસાર, ‘લોકોમાં એક કાનાફૂસી છે કે આવતા વર્ષે ૨૦ ટકા ઓછા લોકો હશે. આ ક્‍યારે થશે તેની મને ખબર નથી.'

ઈનસાઈડરના અહેવાલ મુજબ, મેટા પ્રતિનિધિએ ૨૭ જુલાઈના રોજ કંપનીના બીજા ક્‍વાર્ટરના કમાણીના અહેવાલ દરમિયાન ઝકરબર્ગના નિવેદન વિશે માહિતી પ્રદાન કરી હતી. ઝુકરબર્ગે જણાવ્‍યું કે મેટા આગામી પાંચ વર્ષમાં કર્મચારીઓની સંખ્‍યામાં ઘટાડો કરવાનું ચાલુ રાખવાની યોજના ધરાવે છે. તેમણે ચેતવણી આપી હતી કે ઘણી ટીમો ઘટાડવામાં આવશે. જેથી અમે કર્મચારીઓને અન્‍ય વિસ્‍તારોમાંથી સ્‍થાનાંતરિત કરી શકીએ.

(10:56 am IST)