Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ખરીદી કરવા મોલમાં પહોંચ્‍યા નીતિન ગડકરી : સામાન્‍ય માણસની જેમ ભાવતાલ પણ કર્યા

સ્‍ટોરમાં ઘણો સમય વીતાવ્‍યો અને વિવિધ પ્રકારના રમકડાં જોયા

નવી દિલ્‍હી તા. ૨૯ : કેન્‍દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ગઇકાલે તેમના વ્‍યસ્‍ત શિડ્‍યુલમાંથી સમય કાઢીને ખરીદી કરતા જોવા મળ્‍યા હતા. તે એક રમકડાની દુકાને પહોચ્‍યા અને ત્‍યાં વિવિધ પ્રકારના રમકડાં જોતા જોવા મળ્‍યા. તેમજ ત્‍યાં તેમણે ઘણો સમય વીતાવ્‍યો.

કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરી શુક્રવારે Hamley’s Store પર પહોચ્‍યા હતા. જાણવા મળતી માહિતી મુજબ અહીયા તે પોતાના પૌત્ર માટે સરપ્રાઈઝ ગિફટ લેવા આવ્‍યા હતા. તેમણે સ્‍ટોરમાં ધણો સમય વીતાવ્‍યો અને વિવિધ પ્રકારના રમકડાં જોયા. આ દરમિયાન સ્‍ટોર મેનેજર તેઓને રમકડાં વિશેષતા જણાવતા જોવા મળ્‍યા હતાં.

Hamley’s એક બ્રિટિશ ટોય બ્રાન્‍ડ છે. જે ભારતમાં મુકેશ અંબાણીના નેતૃત્‍વવાળી રિલાયન્‍સ દ્વારા ચલાવવામાં આવે છે. તેનાં પોર્ટફોલિયાને વિસ્‍તારતી વખતે, રિલાયન્‍સે ઘણા રમકડાં બજારોમાં તેનું વર્ચસ્‍વ વધાર્યું છે. આમાં આ બ્રિટિશ રમકડાની કંપની  તેમજ સ્‍થાનિક રમકડાની બ્રાન્‍ડ રોવન પણ સામેલ છે. હૈમલેજ અત્‍યારે ૧૫ થી વધારે દેશોમાં પોતાનું પ્રભુત્‍વ ધરાવે છે અને ભારતમાં રમકડાની સૌથી મોટી સાંકળ છે.

આ વર્ષે જુલાઈમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારત રમકડાંની નિકાસમાં પાવરહાઉસ બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે ભારતીય રમકડા ઉદ્યોગે એવી સફળતા હાંસલ કરી છે, જેની કોઈએ કલ્‍પના પણ કરી ન હતી. પી.એ.મોદીએ વધુમાં જણાવ્‍યું હતું કે, વોકલ ફોર લોકલનો પડઘો આજે સર્વત્ર સંભળાઈ રહ્યો છે. રમકડા ઉદ્યોગ આની સાક્ષી છે.

(10:40 am IST)