Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

પોલીસ માટે એક રાષ્‍ટ્ર, એક યુનિફોર્મ હોવો જોઈએ

પ્રધાનમંત્રી મોદીએ રાજ્‍યોના ગળહમંત્રીઓ સાથેની ચિંતિન શિબિરમાં સૂચન કર્યુ : આ તો વિચાર છે કોઈની પર પરાણે નથી લાગુ કરવો- પીએમ મોદી

નવી દિલ્‍હી, તા.૨૯: દેશમાં હાલમાં દરેક રાજ્‍યમાં પોલીસની વર્દી (યુનિફોર્મ)નો અલગ અલગ રંગ છે પરંતુ દેશમાં બધા રાજ્‍યોમાં પોલીસની વર્દીનો એક રંગ હોવો જોઈએ તેવી હવે ચર્ચા શરુ થઈ છે અને પ્રધાનમંત્રી મોદીએ આ દિશમાં પહેલ કરી છે. હરિયાણાના સુરજકુંડમાં રાજ્‍યોના ગળહમંત્રીઓની ચિંતિન શિબિરમાં પીએમ મોદીએ શુક્રવારે પોલીસ માટે ‘વન નેશન, વન યુનિફોર્મ'ના વિચારનો પ્રસ્‍તાવ મૂકયો હતો, જેમાં વિવિધ દળો વચ્‍ચે એકરૂપતા રાખવા માટે વધુ એક મુદ્દો રજૂ કરવામાં આવ્‍યો હતો. તેમણે કહ્યું કે તે ‘માત્ર એક વિચાર' છે અને તેને પરાણે લાગુ પાડવાનો કોઈ ઈરાદો નથી. મોદીએ રાજ્‍યોને વન નેશન, વન યુનિફોર્મ માટે એક સૂચન તરીકે વિચારવા જણાવ્‍યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે પોલીસ માટે ‘વન નેશન, વન યુનિફોર્મ' એ માત્ર એક વિચાર છે. હું તે તમારા પર લાદવાનો પ્રયત્‍ન કરી રહ્યો નથી. બસ, તેના પર વિચાર કરો. તે થઈ શકે છે, તે પાંચ, ૫૦ અથવા ૧૦૦ વર્ષમાં થઈ શકે છે. પરંતુ ચાલો આપણે તેના પર વિચાર કરીએ. પીએમ મોદીએ રાજ્‍યના ગળહ પ્રધાનોની ‘ચિંતન શિબિર'ને સંબોધતા કહ્યું હતું કે તેઓ વિચારે છે કે દેશભરની પોલીસની ઓળખ સમાન હોઈ શકે છે. પીએમ મોદીએ ગુનાઓ અને ગુનેગારોને પહોંચી વળવા રાજ્‍યો વચ્‍ચે ગાઢ સહકારની હિમાયત પણ કરી હતી.
તેમણે કેન્‍દ્રીય ગળહ પ્રધાન અમિતભાઇ શાહના સમાન કાયદો અને વ્‍યવસ્‍થાની નીતિ માટેના આહ્વાનને પણ સમર્થન આપ્‍યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘સહકારી સંઘવાદ એ માત્ર બંધારણની ભાવના જ નથી, પરંતુ રાજ્‍યો અને કેન્‍દ્રની જવાબદારી પણ છે.'
પીએમે કહ્યું કે ભલે બંધારણ મુજબ કાયદો અને વ્‍યવસ્‍થા રાજ્‍યનો વિષય છે, પરંતુ તેઓ દેશની એકતા અને અખંડિતતા સાથે સમાનરૂપે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે, દરેક રાજ્‍યોએ શીખવું જોઈએ, એકબીજાથી પ્રેરિત થવું જોઈએ અને આંતરિક સુરક્ષા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે જણાવ્‍યું હતું કે, ‘આંતરિક સુરક્ષા માટે રાજ્‍યો દ્વારા સાથે મળીને કામ કરવું એ બંધારણીય આદેશ તેમજ રાષ્‍ટ્ર પ્રત્‍યેની જવાબદારી છે.
ફેક ન્‍યૂઝના સકર્યુલેશનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ફેક ન્‍યૂઝનું ફેક્‍ટ-ચેકિંગ જરૂરી છે અને આમાં ટેક્રોલોજી મોટી ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્‍યું હતું કે, ‘લોકોને સંદેશાઓને ફોરવર્ડ કરતા પહેલા તેની ચકાસણી કરવાની પદ્ધતિઓથી વાકેફ કરવા જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પોલીસ અને ઇન્‍ટેલિજન્‍સ એજન્‍સીઓએ સામાન્‍ય માનવીની કાર્યદક્ષતા, શ્રેષ્ઠ પરિણામો અને સુરક્ષા સુનિશ્‍ચિત કરવા એકબીજાને સહકાર આપવો જોઈએ.

 

(10:34 am IST)