Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

૧લી નવેમ્‍બરે ગુજરાત ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે : બે તબક્કે મતદાન

ડિસેમ્‍બર મહિનામાં પ્રથમ સપ્‍તાહે ચૂંટણી ?

નવી દિલ્‍હી, તા.૨૯: હિમાચલની ચૂંટણી બાદ ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ચૂંટણી પંચ ૧ નવેમ્‍બરે ગુજરાત ચૂંટણીની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. ડિસેમ્‍બરના પ્રથમ સપ્તાહમાં મતદાન થઈ શકે છે.
અત્‍યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન ૧ થી ૨ ડિસેમ્‍બર અને બીજા તબક્કાનું મતદાન ૪ થી ૫ ડિસેમ્‍બરે થઈ શકે છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામ પણ ૮ ડિસેમ્‍બરે જાહેર થઈ શકે છે.

 

(10:29 am IST)