Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

દેશનો વિદેશી મુદ્રા ભંડાર ૨ વર્ષથી વધુના સૌથી નીચલા સ્‍તરે

સ્‍પોટ ફોરેક્‍સ રિઝર્વ જે ગયા વર્ષે સપ્‍ટેમ્‍બરમાં ૬૪૨.૪૫ બિલિયન ડોલરની વિક્રમી ટોચે પહોંચ્‍યું હતું, તે હવે ઘટીને ૧૧૭.૯૩ બિલિયન ડોલર થઈ ગયું છેઃ ઘટાડો સૂચવે છે કે આર્થિક મોરચે બધું સુવર્ણ સમયગાળા જેટલું સારૂ નથ : ઘટતો વિદેશી મુદ્રા ભંડાર RBI થી લઈ સરકાર માટે ચિંતાનો વિષય

નવી દિલ્‍હી, તા.૨૯: ભારતનું વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યું છે અને તે ભારતીય રિઝર્વ બેંક માટે પણ મોટી ચિંતાનો વિષય છે.  આરબીઆઈએ આ ડેટા જાહેર કર્યો છે અને જણાવ્‍યું છે કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર ૨ વર્ષથી વધુના સૌથી નીચલા સ્‍તરે ગયો છે. દેશના ચલણ રૂપિયામાં ઘટાડો પણ તેનું એક મોટું કારણ છે અને વિદેશી ચલણની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે.દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવા પાછળનું કારણ એ પણ છે કે અહીં વિદેશી મુદ્રા સંપત્તિ ઝડપથી ઘટી રહી છે અને તેની અસર વિદેશી મુદ્રા ભંડાર પર જોવા મળી રહી છે.
૨૧ ઓક્‍ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૩.૮૫ બિલિયન ડોલર ઘટીને ૫૨૪.૫૨ બિલિયન ડોલર થઈ ગયું છે. આ ૨ વર્ષથી વધુ સમયથી તેનું સૌથી નીચું સ્‍તર છે. આરબીઆઈએ ડેટા જાહેર કરીને કહ્યું છે કે રૂપિયાના સતત ઘટાડાને રોકવાના પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થઈ રહ્યો છે.
સ્‍પોટ ફોરેક્‍સ રિઝર્વ જે ગયા વર્ષે સપ્‍ટેમ્‍બરમાં ૬૪૨.૪૫ બિલિયન ડોલરની વિક્રમી ટોચે પહોંચ્‍યું હતું, તે હવે ઘટીને ૧૧૭.૯૩ બિલિયન ડોલર થઈ ગયું છે. આમાં ઘટાડો સૂચવે છે કે આર્થિક મોરચે બધું સુવર્ણ સમયગાળા જેટલું સારું નથી.
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મોટા ઘટાડાનું કારણ એ છે કે દેશનો ચલણ રૂપિયો સતત નીચલા સ્‍તરે જઈ રહ્યો છે, જેને રોકવા માટે આરબીઆઈને તેની તિજોરીમાંથી વધુ ડોલર વેચવા પડી શકે છે. આ કારણે ફોરેક્‍સ રિઝર્વ વધુ ઘટશે.
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવા પાછળનું કારણ એ પણ છે કે અહીં વિદેશી મુદ્રા સંપત્તિ ઝડપથી ઘટી રહી છે અને તેની અસર વિદેશી મુદ્રા ભંડાર પર જોવા મળી રહી છે. એ પણ ચિંતાનો વિષય છે કે છેલ્લા ૧૨માંથી ૧૧ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો નોંધાયો છે અને આ આંકડો દેશની તિજોરીની વિકટ પરિસ્‍થિતિમાં વધારો કરી શકે છે.
જો આપણે ફોરેન કરન્‍સી એસેટ પર નજર કરીએ તો ૨૧ ઓક્‍ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે ૩.૫૯ બિલિયન ડોલર ઘટીને ૪૬૫.૦૮ બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સિવાય ગોલ્‍ડ રિઝર્વ ૨૪૭ લાખ ડોલરથી ઘટીને ૩૭.૨૧ લાખ ડોલર પર આવી ગયું છે.

 

(10:29 am IST)