Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

દિલ્હીમાં ઈન્ડિગોના એન્જિનમાં ટેક-ઓફ પહેલા લાગી આગ : ફ્લાઈટને સંપૂર્ણ ઈમરજન્સી જાહેર :તમામ મુસાફરો સુરક્ષિત

દિલ્હી પોલીસે કહ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત :આ ફ્લાઈટમાં 184 લોકો હતા

નવી દિલ્હી : દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટના એક એન્જિનમાં આગ લાગી જતાં તેને દિલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે દિલ્હીથી બેંગલુરુ ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2131 એ લગભગ 9:45 વાગ્યે તેનું ટેક-ઓફ રદ કર્યું હતું અને તેની ફ્લાઈટને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે કહ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ફ્લાઈટમાં 184 લોકો હતા

  ઈન્ડિગો વતી સત્તાવાર નિવેદન જારી કરીને કહેવાયું છે કે ફ્લાઈટ નંબર 6E-2131માં ટેક્નિકલ સમસ્યા જોવા મળી હતી જે દિલ્હીથી બેંગ્લોર જતી હતી, જેના પછી તરત જ પાઈલટે ફ્લાઈટ રોકી દીધી હતી અને એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું.  વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે અને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

(12:49 am IST)