Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાની અંબોલી પોલીસે કરી ધરપકડ: તેની પત્નીને કારથી મારી હતી ટક્કર

--- પાર્કિંગ એરિયામાં તેની કારમાં અન્ય મહિલા સાથે જોવા મળ્યો:પત્ની તેની સામે ગઈ તો કલામ કિશોર મિશ્રાએ કારમાંથી ભાગવાનો પ્રયાસ કરતા તેની પત્નીને કાર વડે ટક્કર મારી હતી.

મુંબઈ :ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા આ દિવસોમાં મીડિયાની હેડલાઇન્સમાં છે. તેની પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મુંબઈ પોલીસે શુક્રવારે કમલ કિશોર મિશ્રાની ધરપકડ કરી છે. તેના પર પત્નીને કારથી ટક્કર મારવાનો આરોપ છે. અંબોલી પોલીસે તેની પત્નીની ફરિયાદ પર ફિલ્મ નિર્માતા કમલ કિશોર વિરુદ્ધ IPCની કલમ 279 અને 338 હેઠળ કેસ નોંધ્યો હતો.

(9:00 pm IST)