Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ભારત વિરુદ્ધ ચીનના મોટા ષડ્યંત્રનો પર્દાફાશ :દિલ્હી અને હવે હિમાચલ પ્રદેશમાંથી ચીની મહિલા જાસૂસની ધરપકડ

ચીની મહિલા જાસૂસનો ટાર્ગેટ ભારતમાં રહેતા તિબેટીયન નાગરિકો:ખોટા પ્રચાર કે પૈસાના આધારે ચીનની તરફેણમાં તેમનું બ્રેઈનવોશ કરવુમુખ્ય કામ

નવી દિલ્હી :ભારત વિરુદ્ધ ચીનનું મોટું ષડયંત્ર બહાર આવ્યુ છે. ભારતની રાજધાની દિલ્હી અને હવે હિમાચલ પ્રદેશમાં ચીની મહિલા જાસૂસની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીઓની પૂછપરછ દરમિયાન ચીનના આ ષડયંત્રનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર આ બન્ને ચીની મહિલા જાસૂસનો ટાર્ગેટ ભારતમાં રહેતા તિબેટીયન નાગરિકો હતા. તેમનું મુખ્ય કામ હતુ, ખોટા પ્રચાર કે પૈસાના આધારે ચીનની તરફેણમાં તેમનું બ્રેઈનવોશ કરવુ. આ બન્ને ચીની મહિલા જાસૂસ દ્વારા ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારીની નિયુક્તિ પહેલા ભારતના બૌદ્ધ મઠોમાં ચીનની તરફેણમાં પ્રચાર કરતુ હતુ.

 તપાસ અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે, ચીન નવા દલાઈ લામાની નિયુક્તિમાં પોતે દખલ કરવા માંગે છે. ચીન ઈચ્છે છે કે આગામી દલાઈ લામા ચીનનો જ હોય. આજ કારણ છે ચીન આ મહિલા જાસૂસો દ્વારા ભારતમાં લાંબા સમયથી તિબેટીયન નાગરિકોનું બ્રેઈનવોશ કરી રહ્યુ છે.

સ્પેશયલ સેલની પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે, દિલ્હીથી જે મહિલા જાસૂસની ધરપકડ કરવામાં આવી તે ચીની મૂળની છે. તે હિમાયલ પ્રદેશની ધર્માશાલામાં લાંબા સમયથી રહેતી હતી. તે મહિલા જાસૂસનો દાવો છે કે, તે બૌદ્ધ ધર્મની શિક્ષા માટે ભારત આવી હતી. તે મહિલા દિલ્હી થઈને કાઠમાંડૂ જવાની ફિરાકમાં હતી. તે પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મળેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને ફોરેંસિક તપાસ માટે મોકલાવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશમાંથી જે મહિલા જાસૂસની ધરપકડ થઈ તેણે પણ એવો જ દાવો કર્યો કે તે બૌદ્ધ ધર્મની શિક્ષા માટે ભારત આવી છે. આ મહિલા સપ્ટેમ્બરમાં ચૌતારાના પ્રખ્યાત જોંગસર મઠ તિબેટીયન મઠમાં પૂજાના બહાને આવી હતી. લગભગ 24 દિવસ સુધી તેણે ચૌંતરામાં પડાવ નાખ્યો હતો. પોલીસે તેની પાસેથી 6.50 લાખની કિંમતની ભારતીય ચલણ અને 1.10 લાખની કિંમતની નેપાળી ચલણ અને 2 મોબાઈલ ફોન સહિત અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે

(9:42 am IST)