Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

' માદક દ્રવ્યોની હેરાફેરીનું કૌભાંડ ' : કન્નડ અભિનેત્રી રાગિણી દ્વિવેદી તથા સંજજનાં ગેલરની જામીન અરજી નામંજૂર કરતી સ્પેશિઅલ કોર્ટ : ફાર્મ હાઉસ , ફાઈવ સ્ટાર હોટલ્સ ,ક્લબ્ ,તથા પબ્સમાં , પ્રતિબંધિત ડ્રગ સપ્લાય કરવાનો આરોપ : જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે

કર્ણાટક : ફાર્મ હાઉસ , ફાઈવ સ્ટાર હોટલ્સ ,ક્લબ્ ,તથા પબ્સમાં પ્રતિબંધિત  માદક દ્રવ્યો સપ્લાય કરવાના આરોપસર સુઓમોટો હેઠળ પકડવામાં આવેલ કન્નડ અભિનેત્રીઓ  રાગિણી  દ્વિવેદી તથા સંજજનાં ગેલરની જામીન અરજી  સ્પેશિઅલ કોર્ટે નામંજૂર કરી છે. તેથી હજુ તેમણે  જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે . કોટ્નપીટ પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક ડ્રગ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ 1985 તથા ઇન્ડિયન પીનલ કોડ હેઠળ આ બંને અભિનેત્રીઓની ધરપકડ કરાઈ હતી.
 સંજજનાં ગેલર વિરુદ્ધ દાખલ કરાયેલી ફરિયાદ મુજબ તેની ટિમ દ્વારા  જુદા જુદા સ્ટેટ તથા વિદેશોમાંથી પ્રતિબંધિત માદક દ્રવ્યો મંગાવી  ફાર્મ હાઉસ , ફાઈવ સ્ટાર હોટલ્સ ,ક્લબ્ ,તથા પબ્સમાં વેચવાનો આરોપ લગાવાયો હતો.જેના અનુસંધાને તેના એડવોકેટે કરેલી દલીલ મુજબ તેના અસીલનું નામ એફ.આઇ.આર.માં દર્શાવાયું નથી પરંતુ એફ.આઇ.આર.માત્ર ડ્રગની હેરાફેરી કરનારાઓ વિરુદ્ધ દાખલ કરાઈ છે. જયારે દ્વિવેદીએ 24 દિવસની કસ્ટડી પછી જમીન માટે અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે નામદાર કોર્ટએ ગયા સપ્તાહમાં  દ્વિવેદી અને સંજજના તથા અન્ય ત્રણ આરોપીઓને  પાંચ દિવસ માટે કસ્ટડીમાં લેવા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને મંજૂરી  આપી હતી.

(6:43 pm IST)