Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ર૦ર૪ સુધીમાં ચંદ્ર ઉપર માણસની નવી ઉડાન

અત્યાર સુધીના નાસાના કયા મિશન સફળ રહ્યા અને હવે શું ? તેની વિગતો જાણો...

નાસા ઓટેમિસ લુનર અકસપ્લોરેશન કાર્યક્રમ અંતર્ગત ર૦ર૪ સુધીમાં ફરીથી માણસોને ચંદ્રમા ઉપર મોકલવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હમણાં જ નાસા એ ઓટોમિસની રૂપરેખા તૈયાર કરી છે જેનો હેતુ નવી ટેકનીક ક્ષમતા અને વ્યાપારનો મોકો પ્રદર્શીત કરવાનો પણ છે. આમાં પહેલી વખત મહીલા અંતરીક્ષયાત્રીને મોકલવાની યોજના છે. પ્રથમ ચરણ ઓટેમિસ-૧ અંતર્ગત સંભવતઃ આગલા વર્ષે ક્રુ-રહીત એસએલએસ અને ઓરીયન સ્પેસ ક્રાફટ ચંદ્ર ઉપર મોકલાશે. ઓટોમિસ-ર અંતર્ગત ર૦ર૩ માં પહેલાં ચાલક દળ વાળુ યાન છોડવામાં આવશે. ઓટેમિસ-૩ માં ર૦ર૪ માં અંતરીક્ષ યાત્રીઓને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ ઉપર ઉતારવાની યોજના છે.

ઓટોમિસની શરૂઆત ર૦૧૧ માં થઇ

૧૯પ૯ માં સોવિયત સંઘનું માનવરહિત યાન લૂના-૧ અને ર ચંદ્ર ઉપર પહોંચવા વાળા પહેલાં રોવર હતાં. અમેરિકાએ ચંદ્ર ઉપર ૧૯૬૧ થી ૧૯૬૯ સુધી ત્રણ રોબોટીક મીશન મોકલ્યા હતાં. ૧૯૯૦ ના દશકમાં એમેરિકાએ રોબોટિક મિશન કલીમેન્ટાઇન અને લૂનર પ્રોસ્પેકટરથી ચંદ્રમાં ઉપર ખોજ શરૂ કરી. ર૦૦૯ માં અમેરિકાએ લૂનર રીકા નિસન્સ ઓર્બિટર (એલઆરઓ અને લૂનર ક્રેટર ઓબ્ઝર્વેશન એન્ડ સેન્સીંગ સેટેલાઇટ (એલક્રોસ) લોન્ચ કરીને રોબોટીક મિશનની નવી શ્રૃંખલા શરૂ કરી. ઓટોમિસ એટલે 'એકિસલિરેશન, રિકનેકશન, ટર્બુલેન્સ અને ઇલેકટ્રોડાયનામિકસ ઓફ ધ મુન્સ ઇંટરેકશન વિજા ધ સન' ની શરૂઆત ર૦૧૧ માં બે સ્પેસક્રાફટથી  અને ર૦૧ર માં ગ્રેવિટી રિકવરી એન્ડ ઇન્ટીરીયર લેબોરેટરી (ગ્રેલ) સ્પેસક્રાફટે ચંદ્રમાના ગુરૂત્વાકર્ષણનો અભ્યાસ કર્યો હતો.

૧૯૬૯ થી ૧૯૭ર વચ્ચે ૧ર લોકો ચંદ્ર ઉપર કદમ મુકવામાં સફળ રહ્યા

અમેરિકા ૧૯૬૧ થી જ અંતરિક્ષમાં માણસ મોકલવાની કોશિષમાં જોતરાયેલુ છે. ર૦ જૂલાઇ ૧૯૬૯ ના નિલ આર્મસ્ટ્રોંગ ચંદ્રમાની ધરતી ઉપર ડગ માંડવાવાળા પહેલા માનવી હતાં. ચંદ્રમા ઉપર પગ મુકતાની સાથે જ તેમણે કહ્યું હતું કે, 'માણસનુ આ નાનુ કદમ માનવતા માટે એક મોટી છલાંગ છે.' આર્મસ્ટ્રોંગ પોતાના સાથી એડવિન બજ એલિડ્રન અને માઇકલ કોલિંસ સાથે ર૪ જૂલાઇએ સુરક્ષિત પૃથ્વી ઉપર પાછા ફર્યા હતાં. એપોલો પ્રોગ્રામ અંતર્ગત ૧૯૬૯ થી ૧૯૭ર સુધીમાં છ સ્પેસફલાઇટથી ૧૨ લોકો ચાંદ ઉપર ઉતર્યા હતા. આર્મસ્ટ્રો઼ગે ચંદ્રમાં ઉપર અમેરીકી ઝંડો લહેરાવ્યો હતો. એક તખ્તી છોડી હતી જેના ઉપર લખ્યુ હતું જુલાઇ ૧૯૬૯ એડીમાં પૃથ્વી ગ્રહથી આવેલા પ્રથમ કદમ રાખ્યુ અમે આખીય માનવતા માટે શાંતિ સંદેશ લઇને અહી આવ્યા છીએ.

કેટલાય મારચે તૈયારી પુરી

નાસા મુજબ ચંદ્રમાં ઉપર યાત્રાના કેટલાય પક્ષ છે જેમ ધરતીના તંત્રની શોધ (અંતરીક્ષ યાન લોન્ચ કરવા માટે આવશ્યક અનુકુળ પ્રણાલીની ધરતી ઉપર ઉપલબ્ધતા), સ્પેસ લોંચ સીસ્ટમ (એસએલએસ) ઓરીયન ચંદ્રમાં નિશાન માટે અંતરીક્ષ યાન, ગેટ વે (ચંદ્રમાની ચારે તરફ લુનર આઉટ પોસ્ટ), લુનર લેન્ડર્સ (માનવલેન્ડીંગનું આધુનિક તંત્ર) અને ઓટેમીસ જનરેશન સ્પેસ સુટ આ બધુ તૈયાર છે. નાસાનું નવુ રોકેટ એલએલએસ ઓરીયન અંતરીક્ષ યાનમાંથી યાત્રીઓને ધરતીથી માઇલો દુર ચંદ્રમાંથી કક્ષામાં મોકલશે.

'એકઇએમયુ' સુટ પહેરશે યાત્રીઓ

એક વાર જયારે અંતરીક્ષ યાત્રી ઓરીયનને ગેટ વે (ચંદ્રમાની કક્ષામાં એક નાનુ અંતરીક્ષ યાન) છોડી દેશે તો તે ચંદ્રમા ઉપર રહી પોતાનું કામ કરી શકશે.  જુન મહીનામાં નાસાએ ઓર્બિટલ સાઇન્સ કોર્પોરેશન ઓફ ડયુલ્સ, વર્જીનીયા સાથે ૧૮.૭૦ કરોડ ડોલરનો કરાર કર્યો હતો. આ અંતર્ગત અંતરીક્ષ યાનની ડિઝાઇન અને લોજેસ્ટીક નક્કી કરવામાં આવશે. ઓટેમીસ કાર્યક્રમ અંતર્ગત જવાવાળા અંતરીક્ષા યાત્રી  આધુીનીક ડિઝાઇનના સ્પેસ સુટ પહેરેશે. આ સૂટને એકસ્ટ્રવ્હિકુલર મોબીલીટી યુનીટ અથવા એકસઇએમયુ કહેવાય છે. આ સ્પેસ સુટની ખાસીયત એ છે કે તે અત્યાધુનીક ગતિશીલ અને સંપ્રેષણ પ્રણાલીયો અને અંતરપરીવર્તીનીય પાર્ટલથી સજ્જ છે. જેની સહાયતાથી ઓછામાં ઓછા ગુરૂત્વાકર્ષણની સ્થિતિમાં કોઇ ગ્રહનીસપાટી ઉપર ચાલી શકાય છે. 

(3:54 pm IST)