Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અબ તક છપ્પન

NCBએ અત્યાર સુધીમાં બોલીવુડના ૫૬ નામોની યાદી બનાવી

બાવીસ સુપરસ્ટાર્સનાં નામો પણ છે જેઓ બોલીવુડ પર શાસન કરે છે :આ ઉપરાંત પ્રોડ્યુસર અને ડિરેકટરનાં નામો પણ છે

મુંબઇ,તા. ૨૮: સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના કેસથી ઇન્વોલ્વ થયેલો નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરો (એનસીબી)ની તપાસ નવી દિશામાં ડાઇવર્ટ થઈ જતાં આખા બોલીવુડની ઊંદ્ય હરામ થઈ ગઈ છે. નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરો અત્યારે બોલીવુડ સાથે સંકળાયેલી એવી સેલિબ્રિટીની યાદી તૈયાર કરી રહ્યો છે જેની વિરુદ્ઘ ડ્રગ્સ-સેવનના પુરાવા સજ્જડ રીતે મળ્યા હોય. આ યાદીમાં અત્યાર સુધીમાં પ૬ લોકોનાં નામ આવ્યાં છે. યાદીની શરૂઆતમાં રિયા ચક્રવર્તી અને અન્ય પેડલર્સ પાસેથી પાસેથી મળેલા લિસ્ટ મુજબ ૩૦ નામ હતાં, પણ આ ઇન્કવાયરી આગળ વધતાં અન્ય નામો પણ મળ્યાં અને એ નામોને ક્રોસ-ચેક કરીને પ૬ સેલિબ્રિટીની યાદી તૈયાર થઈ છે.

 

ગઈ કાલે સવારે એ યાદીમાં પ૧ નામ હતાં, પણ ગઈ કાલે સાંજ સુધીમાં એમાં પાંચ નામ ઉમેરાયાં અને હવે એ લિસ્ટમાં કુલ પ૬ નામ થયાં છે. નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરોના આ લિસ્ટમાં કરણ જોહરનું નામ છે, તો સાથોસાથ એવા બાવીસ સુપરસ્ટાર્સનાં નામો પણ છે જેઓ બોલીવુડ પર શાસન કરે છે. આ ઉપરાંત પ્રોડ્યુસર અને ડિરેકટરનાં નામો પણ છે. ડિરેકટરમાં અનુરાગ કશ્યપનું નામ પણ છે, તો સુપરસ્ટાર્સમાં એવા સુપરસ્ટારનું નામ પણ છે જેણે હમણાં એક બાબતમાં સામેથી નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરોનો સંપર્ક કર્યો હતો. અલબત્ત્।, ચાલી રહેલી તૈયારીમાં જે સમય નીકળે છે એ જોતાં મેડિકલ-એકસપર્ટ્સનું માનવું છે કે સેલિબ્રિટી આ સમયનો ગેરલાભ લઈને નેચરોપથીની હેલ્પ લઈને બોડી ડિટોકસ કરાવી શકે છે.

દીપિકા પાદુકોણ ડિટોકિસફિકેશન માટે જ ગોવા ગઈ હતી એવું પણ તેની નજીકના લોકોનું કહેવું છે. ગોવા પહોંચેલી દીપિકાની રૂમની આસપાસ કોઈને ફરકવા દેવામાં નહોતા આવતા. હોટેલના સ્ટાફે એવું દર્શાવી દીધું હતું કે મુંબઈથી આવી હોવાથી દીપિકા કવોરન્ટીન થઈ છે, પણ ગોવામાં કવોરન્ટીન માટે કોઈ નિયમ જ નહોતો. કવોરન્ટીનના નામે દીપિકાએ ડિટોકિસફિકશન કરાવ્યું તો એવું જ કરણ જોહરે પણ કરાવ્યું હોવાનું કહેવાય છે. કરણ જોહર હજી ગઈ કાલે જ ગોવાથી આવ્યો છે. ગોવામાં તેણે પણ ડિટોકિસફિકેશન કરાવ્યું છે. ધર્મા પ્રોડકશનની સિસ્ટર કર્ન્સન ધમર્િેસ્ટક એન્ટરટેઇનમેન્ટ સાથે જોડાયેલા ક્ષિતિજ રવિપ્રસાદની અરેસ્ટ પછી એ પણ સ્પષ્ટ થયું છે કે નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરો ધર્મા પ્રોડકશન અને કરણ જોહર પર ગાળિયો કસી રહ્યું છે.

૨૦૧૯માં વાઇરલ થયેલા એક વિડિયોમાં ઘણા સ્ટાર્સ એક પાર્ટીમાં ડ્રગ્સ લઈ રહ્યા હોવાનું દેખાય છે. આ પાર્ટી કરણ જોહરે આપી હોવાનું કહેવાય છે. આની તપાસ ઓલરેડી નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરોએ શરૂ કરી દીધી છે, તો આ પાર્ટીમાં દેખાય છે તેઓ અને જે દેખાતા નથી એવા લોકોની પણ ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે. નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરો એ વિડિયોમાં દેખાતા તમામેતમામ સ્ટાર્સ સુધી પહોંચવાની તૈયારી કરીને બેઠું છે અને એમાં કરણ જોહરનો ઉપયોગ સીડી તરીકે થાય એવી પૂરતી શકયતા છે. ગઈ કાલે ગોવાથી આવેલા કરણ જોહરને આ વીકના નાર્કોટિકસ ક્રાઇમ બ્યુરો દ્વારા બોલાવવામાં આવે એવા પૂરા ચાન્સિસ છે.

(11:42 am IST)