Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કુલ કેસ ૬૦,૭૪,૭૦૨

કોરોના ટોપ ગીયરમાં : ૧૨ દિ'માં ૧૦ લાખ કેસ : અમેરિકાને પાછળ રાખી દેશે?

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૮૨,૧૭૦ નવા કેસ : ૧૦૩૯ લોકોના મોત : કુલ મૃત્યુઆંક ૯૫,૫૪૨ : રિકવરી ૫૦ લાખ ઉપર

નવી દિલ્હી તા. ૨૮ : ભારતમાં કોરોના વાયરસના કેસ રોજેરોજ વધી રહ્યા છે. આજે કેસની સંખ્યા વધીને ૬૦ લાખની ઉપર ચાલી ગઇ છે. સરકારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૮૨,૧૭૦ નવા કેસ આવ્યા છે. એ દરમિયાન ૧૦૩૯ કોરોના મોત થયા છે.

દેશમાં કોરોના કુલ કેસની સંખ્યા વધીને ૬૦,૭૪,૭૦૨ થઇ છે. આ સિવાય ૫૦,૧૬,૫૨૧ લોકો આ વાયરસથી સાજા થયા અને ઘરે પાછા ફર્યા છે. બીજી તરફ વાયરસની કારણે ૯૫,૫૪૨ લોકોના મોત થયા છે. ભારતમાં રિકવરી રેટ ૮૨.૭૪ ટકા છે એટલે કે દર ૧૦૦ દર્દીમાંથી ૮૨ દર્દી સાજા થાય છે.

દેશમાં કુલ એકટીવ કેસ ૯,૬૨,૧૪૦ છે અને અત્યાર સુધીમાં ૭,૧૯,૬૭,૨૩૦નું ટેસ્ટીંગ થયું છે જેમાં ગઇકાલે ૭,૦૯,૩૯૪નું ટેસ્ટીંગ થયું હતું.

ભારતમાં કોરોના સ્પીડ ઘટવાની નામ નથી લેતી. અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યો છે. જ્યાં ૬૦ લાખથી વધુ કેસ છે. એટલું જ નહિ છેલ્લા ૧૨ દિવસમાં ૧૦ લાખ નવા કેસ સામે આવ્યા છે. જો દેશમાં કોરોના કેસની સ્પીડ આ જ રહી તો ભારત ટુંક સમયમાં અમેરિકાને પાછી રાખી નંબર ૧ પર પહોંચી જશે. અમેરિકામાં ૭૧ લાખથી વધુ દર્દીઓ છે. ભારત અને અમેરિકા વચ્ચે માત્ર ૧૧ લાખનું અંતર છે.

જો કે ભારતમાં સારી વાત એ છે કે સાજા થનારાની સંખ્યા પણ સતત વધી રહી છે. સાજા થનારાની સંખ્યા ૫૦ લાખની ઉપર પહોંચી ગઇ છે.

(11:23 am IST)