Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ટિકટોકને એપ સ્ટોરમાં બેન કરવાના ટ્રમ્પના આદેશ પર કોર્ટે આપ્યો સ્ટે

વોશીંગ્ટન, તા.૨૮: અમેરિકાના વોશિંગ્ટનમાં મોડી રાત્રે સંદ્યીય ન્યાયાલયના જજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીની એપ ટિકટોક એપ સ્ટોરને બેન કરવાના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

અમેરિકીમાં ટિકટોક પર પ્રતિબંધના નિર્ણય સામે રોક લગાવી દેવામાં આવી છે.  રાષ્ટ્રપતિ ટ્રંપે ટિકટોક પર  પ્રતિબંધ લગાવ્યો હતો. ટ્રંપના આદેશ સામે કોર્ટે રોક લગાવી છે.   વોશિગ્ટનની કોર્ટે ટ્રંપના આ આદેશ પર રોક લગાવી  છે. ટ્રંપે સુરક્ષાને ધ્યાને રાખીને ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રશાસને કહ્યું હતું કે રવિવાર પછી એપ્પલ અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ટિકટોકને ડાઉનલોડ નહીં કરી શકાય. જોકે નિકોલસે હાલના આ સમયે ૧૨ નવેમ્બરે અસરગ્રસ્ત થનારા નક્કી કરવામાં આવેલા અન્ય વાણિજય વિભાગના અન્ય પ્રતિબંધો પર રોક લગવાથી ઈન્કાર કરી દીધો છે. જે ટિકટોકની જેમ અમેરિકન એપને અનુપયોગી બનાવી શકે છે.

(10:06 am IST)