Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સતત બીજા દિવસે સસ્તું થયું Diesel

સપ્ટેમ્બરમાં ૧.૦૨ રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

નવી દિલ્હી, તા.૨૮: ડિમાન્ડમાં ઘટાડો નોંધાવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં હજુ પણ દ્યટાડો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસોને પણ તેનો લાભ મળી રહ્યો છે. જોકે, હજુ લાભ પૂરો તો નથી મળતો પરંતુ આંશિક મળી રહ્યો છે. મૂળે, ગત થોડા સમયમાં જેટલી ઝડપથી કાચા તેલના ભાવમાં દ્યટાડો નોંધાયો છે, તે હિસાબથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દ્યટાડો નથી થયો. આ દરમિયાન સતત અનેક દિવસોથી ઓઇલ કંપનીઓ પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરી રહી. જોકે, આજે સતત બીજા દિવસે પણ અનેક શહેરોમાં ડીઝલ સસ્તું થયું છે.

ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં પેટ્રોલના ભાવમાં સતત તેજી જોવા મળી હતી. રાજધાની દિલ્હીમાં જ લગભગ ૧૬ પાર્ટમાં પેટ્રોલના ભાવમાં કુલ ૧.૬૫ રૂપિયાનો વધારો થયો હતો. જોકે થોડાક સમયમાં તેમાં ઘટાડો નોંધાયો છે. ૨૧ સપ્ટેમ્બર સુધી તેમાં લગભગ ૧.૦૨ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર નથી થયો. આજે પણ અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ સ્થિર છે. આજે ચેન્નઈમાં પેટ્રોલના ભાવ ૮૪.૧૪ રૂપિયા, દિલ્હીમાં ૮૧.૦૬ રૂપિયા, કોલકાતામાં ૮૨.૫૯ રૂપિયા અને મુંબઈમાં ૮૭.૭૪ રૂપિયા પ્રતિ લીટર જ છે.

આજે સતત બીજા દિવસના ઘટાડા બાદ ચેન્નઈમાં ડીઝલના નવા ભાવ ૭૬.૨૭ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. અહીં ડીઝલ આજે ૧૩ પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. રાજધાની દિલ્હીમાં આજે ડીઝલનો ભાવ ૧૪ પૈસા પ્રતિ લીટર ઘટયું છે, ત્યારબાદ હવે અહીં નવો ભાવ ૭૦.૮૦ રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો છે.

કોલકાતામાં પણ આજે ડીઝલના ભાવમાં ૧૪ પૈસાનો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ હવે કોલકાતામાં પ્રતિ લીટર ડીઝલના ભાવ ૭૪.૩૨ રૂપિયા પ્રતિ લીટર પર આવયો ગયો છે. બીજી તરફ મુંબઈમાં પણ ડીઝલના મોરચે આજે લોકોની મામૂલી રાહત મળી છે. મુંબઈમાં આજે ડીઝલ ૧૪ પૈસા સસ્તું થઈને ૭૭.૨૨ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.

(10:05 am IST)