Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ડ્રગ્સ કેસઃ પૂછપરછ દરમિયાન ત્રણ વખત રડી પડી દીપિકા પાદુકોણ

NCBના અધિકારીઓએ અભિનેત્રીને ઈમોશનલ કાર્ડ યુઝ ન કરવાની સલાહ આપી હતી

મુંબઇ, તા.૨૮: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસ તરફથી બોલીવુડમાં ડ્રગ્સની તપાસ તરફ વળેલી નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણની સાડા પાંચ કલાક પૂછપરછ કરી હતી. ત્યારે અભિનેત્રી ત્રણ વાર રડી પડી હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તે દરમ્યાન NCBના અધિકારીઓએ તેને ઈમોશનલ કાર્ડ પ્લે ન કરવાની સલાહ આપી હતી.

દીપિકા પાદુકોણ પૂછપરછ દરમિયાન ત્રણ વાર રડી પડી હતી. અભિનેત્રીની આંખમાં આંસુ જોઈને NCBના અધિકારીઓએ તેમના હાથ જોડી દીધા. સાથે જ તેને કહ્યું કે, ઈમોશનલ કાર્ડ યુઝ કરવાને બદલે બધું સત્ય જણાવી દે એ જ તેના માટે વધુ સારું રહેશે. NCBના પૂછપરછમાં દીપિકા પાદુકોણે ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી લીધી છે. જોકે,તેણે પોતે ડ્રગ્સ લેવાની વાત નકારી દીધી છે. દીપિકાએ NCBના જણાવ્યું કે, તેનું આખું ગ્રુપ ડૂબ લે છે તે એક ખાસ પ્રકારની સિગરેટ છે. તેમાં ઘણા પ્રકારની વસ્તુઓ ભરવામાં આવે છે.

અહેવાલમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે, NCBએ જયારે દીપિકા પાદુકોણને ચેટમાં યુઝ થયેલા શબ્દો વીડ અને હશીશ વિશે પૂછ્યું તો તેણે સ્પષ્ટ જવાબ ન આપ્યો. જયારે તેને પૂછવામાં આવ્યું કે તે ડૂબ લે છે, તેમાં શું ડ્રગ્સ પણ હોય છે તો અભિનેત્રીએ કોઈ જવાબ આપ્યો ન હતો. અભિનેત્રીના દ્યણા જવાબથી NCBના અધિકારીઓ સંતુષ્ટ ન થયા.

સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે દીપિકા NCB ઓફિસ પહોંચી ત્યારબાદ અધિકારીઓએ સૌથી પહેલા તેને આરોપો વિશે જણાવ્યું. ડેટા બેકઅપ લેવા માટે તેના બે મોબાઈલ ફોન લેવામાં આવ્યા. તેને કહેવામાં આવ્યું કે તે આ કેસમાં કોઈ શંકાસ્પદ કે આરોપી સાથે વાત નહીં કરે. ત્યારબાદ એક અન્ડરટેકિંગ પર સાઈન લેવામાં આવી. તેને કહેવામાં આવ્યું કે, પૂછપરછ ૩ ફેઝમાં કરવામાં આવશે તેના માટે ૩-૪ રાઉન્ડ થઇ શકે છે.

(10:05 am IST)