Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

દમણનાં દરિ યા કિ નારે ત્રણ નંબરનુ સિ ગ્નલ લગાવાયુ : માછીમારોને દરીયો ન ખેડવા તેમજ પર્યટકોને દરિ યાથી દૂર રહેવા સુચના અપાઈ

રાજ્યના અન્ય દરિ યાઓની જેમ દમણમાં પણ પાંચ દિ વસ દરિ યામાં કરંડ જોવા મળવાની પ્રબળ શકયતાને પગલે હવામાન વિ ભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયુ

નવી દિ લ્લી તા.૨૮ : રાજ્યનાં વિ વિ ધ દરીયા કિ નારાઓ પર ત્રણ નંબરનુ સિ ગ્નલ લગાવ્યા બાદ હવે દમણનાં દરિ યા કિ નારે પણ ત્રણ નંબરનુ સિ ગ્નલ લગાવવામાં આવ્યુ છે. હવામાન વિ ભાગનાં જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિ વસ દમણનાં દરિ યામાં પણ કરંડ જોવા મળવાની પુરી શકયતા છે. જેને પગલે દરિ યા કિ નારે એલર્ટ જાહેર કરાયુ છે. તેમજ માછિ મારોને દરિ યો ન ખેડવા અંગે સુચના અપાઈ છે અને પર્યટકોને દરિ યા કિ નારે ન જવા સુચના અપાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી દરિયો ગાંડો બને તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આથી સલામતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારે અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને કારણે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. દમણના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પ્રબળ શક્યતા છે. જેને કારણે દમણના દરિયા કિનારે લોકોને સતર્ક રહેવાની સાથે માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સુચના આપી દેવામાં આવી છે.

જયારે બીજી તરફ અમરેલી અને પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જાફરાબાદ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ સહિત વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેણા કારણે હવામાન વિભાગની આગાહીને લઈને અલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેટલાક દરિયાઈ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પવનની ઝડપ વધવાની શક્યતાને કારને માછીમારોને સૂચના પણ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની સૂચના અનુસાર, તારીખ 27/6/22 થી તારીખ 1/7/22 પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે.

(9:01 pm IST)