Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય :જમ્મુ કાશ્મીરમાં આરક્ષણ અધિનિયમમાં સુધારો :હવે આર્થિક અનામત લાગુ કરાશે

રાજકોટના હીરાસર ખાતે ન્યૂ ગ્રીનફીલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણંય કર્યો છે કેન્દ્રીય કેબિનેટે જમ્મુ કાશ્મીરમાં આરક્ષણ અધિનિયમમાં સુધારો કરીને હવે આર્થિક અનામત લાગુ કરવા નિર્ણ્ય કર્યો છે નાણામંત્રી અરુણ જેટલીએ ગુજરાત અને રાજકોટ માટે મહત્વની જાહેરાત કરી છે. આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના રાજકોટના હીરાસર ખાતે ન્યૂ ગ્રીનફીલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપી છે

 કેન્દ્રીય કેબિનેટે જમ્મુ અને કશ્મીરમાં લાગુ પડતા આરક્ષણ અધિનિયમમાં સુધારો કર્યો છે. સંસદ દ્વારા બંધારણનું સંશોધન રજૂ કરીને આર્થિક આરક્ષણ આપવામાં આવ્યું છે. તે હવે કાશ્મીરમાં પણ લાગુ પાડવામાં આવશે.

એકવાર સૂચિત થઈ ગયા બાદ એસસી, એસટીને સેવામાં પ્રમોશનનો લાભ આપવાનો માર્ગ મોકળો થશે અને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવર્તમાન અનામત ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર રોજગારીમાં આર્થિક રીતે નબળા વિભાગો માટે 10% જેટલું અનામત લાગુ થશે. સાથો સાથે નાણામંત્રી અરુણ જેટલીએ કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરીના સમાચાર પણ આપ્યા છે.

(10:25 pm IST)